Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑઇલ કંપનીઓ દિવાળી વખતે જ થઈ ચીકણી, LPGનો ભાવ વધાર્યો

ઑઇલ કંપનીઓ દિવાળી વખતે જ થઈ ચીકણી, LPGનો ભાવ વધાર્યો

Published : 02 November, 2026 07:34 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમર્શિયલ LPG ૧૦ રૂપિયા મોંઘો, ATFના ભાવમાં પણ ૧.૩૭ રૂપિયાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી આવી રહી છે ત્યારે જ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો ભાવ વધારી દેવામાં આવ્યો છે. ગઈ કાલે રવિવારે ઑઇલ કંપનીઓ દ્વારા આખા દેશભરમાં કમર્શિયલ LPGના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં પણ ૧.૩૭ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. 
સામાન્ય લોકોના ઘરમાં વપરાતા ડોમેસ્ટિક LPGના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો એ એક નિરાંત છે, પરંતુ કમર્શિયલ LPGના ભાવમાં વધારો કરવામાં આવતાં ભવિષ્યમાં બહાર મળતી વસ્તુઓ, ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થાય એવી શક્યતા હોવાથી આડકતરી રીતે સામાન્ય લોકોને આ ભાવવધારાની અસર થશે એવી શક્યતા છે. 

મુંબઈમાં શું ભાવ થયો?
૧૦ રૂપિયાના ભાવવધારા બાદ મુંબઈમાં ૧૯ કિલોના કમર્શિયલ LPGની કિંમત ૨૭૭૫ રૂપિયા થઈ ગઈ છે. 



આ વર્ષે ત્રીજો વધારો
ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં કમર્શિયલ LPGના ભાવમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. એને પગલે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં LPGના થતા ઉપયોગ કરતાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં LPGના થતા ઉપયોગમાં ૯.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 07:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK