જાણીતા ક્રિકેટ કોચ દિનેશ લાડને રમતગમતના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન, નેતૃત્વ અને અર્થપૂર્ણ સેવા માટે 'સ્પોર્ટ્સ મેન્ટર' કૅટેગરીમાં પ્રતિષ્ઠિત 'આજ કા કર્મવીર ઍવોર્ડ ૨૦૨૬'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 'આજ કા કર્મવીર સોશિયલ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત ‘છઠ્ઠા આજ કા કર્મવીર કૉન્ક્લેવ ઍન્ડ ઍવોર્ડ ૨૦૨૬'માં તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
