પાલઘર રેલ્વે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન ઇંગવલેએ આ બાબતે માહિતી આપી હતી. મુંબઈના રેલવે પોલીસ કમિશનર અને પશ્ચિમ રેન્જ, મુંબઈના નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર અને GKV ટ્રસ્ટના સહયોગથી આજે પાલઘર રેલવે પોલીસ સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે.
આ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન વસઈના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન ઇંગવાલે, GKV ટ્રસ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર મુકેશ મહેતા, RPF પાલઘરના વિનીત કુમાર, સ્ટેશન મેનેજર સોની, 15 જીઆરપી અને આરપીએફ અધિકારીઓ, કીર્તિભાઇ ગાલા, યોગેશ ભાનુશાલી, અશોક દેસાઈ, ભારત રાજપૂત, બીજારામ પટેલ અને બીજા 10થી 15 નાગરિકો અને 20થી 25 પેસેન્જર્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પેસેન્જર્સ અને નાગરિકોએ આ સવલત અને સલામતી કરી આપવા માટે પાલઘર રેલવે પોલીસનો આભાર માન્યો હતો.


