મુંબઈના રસ્તાઓ પર આ અઠવાડિયે એક અનોખી એમ્બ્યુલન્સ જોવા મળી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટે નહોતી. આ હતી ‘આમ્બ્યુલન્સ’. કેરીપ્રેમીઓ માટે ખાસ તૈયાર કરાયેલો ઇન્સ્ટામાર્ટનો આ ક્રિએટિવ કેમ્પેઇન હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં ઉનાળો અને કેરી વચ્ચેનો સંબંધ કોઈને સમજાવવાની જરૂર નથી. કેરીની સીઝન શરૂ થાય એટલે લોકોની અંદરનો “આમ પાગલુ” બહાર આવી જાય છે.
View this post on Instagram
આ જ ભાવનાને રમૂજી અંદાજમાં રજૂ કરવા માટે ઇન્સ્ટામાર્ટે મુંબઈની સડકો પર ‘આમ્બ્યુલન્સ’ ઉતારી છે. એમ્બ્યુલન્સ જેવી ડિઝાઇન કરાયેલી આ વાન પર “Down with mango fever?” જેવા મેસેજ લખાયેલા છે, જે લોકોને તરત જ આકર્ષી લે છે. આ વાનમાં કેરીથી જોડાયેલા વિઝ્યુઅલ્સ અને મસ્ત મજાના ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે લોકો રસ્તા પર જ ઉભા રહી વીડિયો અને ફોટા પાડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો આ “આમ્બ્યુલન્સ”ના વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, “દરેક હીરો કેપ પહેરતો નથી, કેટલાક માત્ર કેરીથી ભરેલી આમ્બ્યુલન્સ ચલાવે છે.” છેલ્લાં કેટલાક વર્ષોથી ઇન્સ્ટામાર્ટ કેરીની સીઝનને ક્રિએટિવ માર્કેટિંગ સાથે જોડતું આવ્યું છે. આ વખતે બ્રાન્ડે માત્ર એક પ્રોમોશનલ કેમ્પેઇન નહીં પરંતુ લોકોના ઉનાળાની લાગણીઓ અને નોસ્ટાલ્જિયાને ટચ કરતો અનુભવ સર્જ્યો છે. માર્કેટિંગની દુનિયામાં હવે ફિઝિકલ એક્ટિવેશન માત્ર રસ્તા સુધી મર્યાદિત નથી રહ્યાં. તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે. ‘આમ્બ્યુલન્સ’ પણ એનું જ એક મજેદાર ઉદાહરણ બની છે.
