કલા ગુર્જરી, સ્થાપક સંસ્થા- મુંબઈ વિલેપારલે પશ્ચિમ (મુંબઈ) સંસ્થા ૩૭ વર્ષથી કાર્યરત સાંસ્કૃતિક સંસ્થા છે અને કલાના વિવિધ સ્વરૂપ જેવા કે સાહિત્ય, સંગીત, નાટક, નૃત્ય વગેરેના જાહેર કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન નિયમિત રૂપે કરે છે. કલા ગુર્જરીના આ સાંસ્કૃતિક યજ્ઞમાં સહભાગી થવા અને નિતનવા કાર્યક્રમોમાં ભાગ લેવા સંસ્થાના આજીવન અથવા PATRON સભ્ય તરીકે જોડાવા અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં પ્રવૃત્ત થવા માટે નિમંત્રણ છે. સાથે સાથે કલાગુર્જરીના હાલના આજીવન અને PATRON સભ્યોને સંસ્થાના કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરે છે અને પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ સંસ્થાના એડ્રેસ પર અથવા મોબાઈલ નંબર 9594261960 અથવા ઈમેલ એડ્રેસ kalagurjaristhapak.sanstha@gmail.com ઉપર મોકલી આપવા વિનંતી છે.
- લિ. કલા ગુર્જરી સંસ્થા સ્થાપક સંસ્થા (મુંબઈ)
