કલાગુર્જરી દ્વારા નિયમિત રીતે વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શનિવાર, ૩૧ ઑક્ટોબરે સાંજે ૫.૩૦ વાગ્યે `કલમ અને કૅમેરા' શીર્ષક હેઠળ દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં વિશ્વપ્રવાસી મનીષ શાહ પોતાના અનુભવોની અભિવ્યક્તિ કરશે. નાટ્યકલાકાર જ્હોની શાહ એકોક્તિનું પઠન કરશે. તસવીરકાર અને કટારલેખક મનીષ શાહના પ્રવાસ વિષયક લેખો વિવિધ અખબારોમાં નિયમિત રીતે પ્રગટ થતાં રહે છે. તેમના પુસ્તક `નિકોબાર પ્રથમવાર' પુસ્તકને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થઈ ચૂક્યો છે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળઃ નાણાવટી મેક્સ સુપેર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (પશ્વિમ).
