મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાવ્યસંગીત, કવિ સંમેલન, જૂની રંગભૂમિનાં ગીતો, નારીલક્ષી એકોક્તિ, ગઝલ ગુજરાતી, મસ્તીની પાઠશાળા, પરિસંવાદ, નાટ્યશિબિર, ભવાઈશિબિર વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. સામાન્ય રીતે પશ્ચિમી પરાંવિસ્તારોમાં બોરીવલીથી આગળ સાહિત્યિક કાર્યક્રમો નહિવત પ્રમાણમાં યોજાય છે. એટલે અકાદમી દર વર્ષે શ્રી ભાયંદર કપોળ મંડળના સંયુક્ત ઉપક્રમે ભાયંદરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે.
આ વર્ષે તા. ૪ ઑક્ટોબરે સાંજે ૫.૦૦ વાગ્યે ટૂંકી વાર્તાનો પ્રયોગ `દાસ્તાગોઈ ગુજરાતી' યોજાશે, જેમાં પુ. લ. દેશપાંડે, ઈલા આરબ મહેતા, મીનલ દવે, વર્ષા તન્ના અને પલ્લવી મિસ્ત્રી લિખિત વૈવિધ્યસભર વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની ભાવવાહી પ્રસ્તુતિ પ્રીતા પંડ્યા, કિરણ બુચ, પ્રિયમ જાની, હિનલ જૈન અને વિધિ ચિતલિયા કરશે. પ્રીતેશ સોઢા દ્વારા યુટોપિયા - આરુકી આર્ટ્સ અંતર્ગત નિર્મિત આ પ્રયોગનું સંચાલન હિતેન આનંદપરા કરશે. સંસ્થા વતી સંયોજક ગોપાલ પારેખ છે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળઃ માતુશ્રી લીલા
