BSEએ કહ્યું છે કે બધા ટ્રેડિંગ સભ્યોને વિનંતી છે કે તેઓ સતર્ક રહે અને ખાતરી કરે કે તમારા ગ્રાહકો બિનનોંધાયેલા રોકાણ સલાહકારો પર વિશ્વાસ કરવાથી સુરક્ષિત રહે.
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એના ટ્રેડિંગ મેમ્બર્સને એવી સલાહ આપી છે કે ગ્રાહકો સાથે વ્યવહાર કરતી વખતે વિશેષ કાળજી રાખવી. એક્સચેન્જે ટ્રેડિંગ મેમ્બર્સને કહ્યું છે કે તાજેતરમાં એક એવી મોડસ ઑપરૅન્ડી (કાર્યપદ્ધતિ)ની ખબર પડી છે જેમાં સેબીમાં મધ્યસ્થી તરીકે નોંધાયેલી ન હોય એવી સંસ્થાઓ કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.
એક્સચેન્જ સમયાંતરે મીડિયા રિલીઝ દ્વારા આવી પ્રથાઓ વિશે માહિતી આપતું રહ્યું છે અને સાવધાની અને યોગ્ય કાળજી રાખવાની સલાહ આપે છે. BSEએ કહ્યું છે કે બધા ટ્રેડિંગ સભ્યોને વિનંતી છે કે તેઓ સતર્ક રહે અને ખાતરી કરે કે તમારા ગ્રાહકો બિનનોંધાયેલા રોકાણ સલાહકારો પર વિશ્વાસ કરવાથી સુરક્ષિત રહે.
ADVERTISEMENT
એક્સચેન્જે વધુમાં ઉમેર્યું છે કે છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ માત્ર રોકાણકારોના વિશ્વાસને જ અસર કરતી નથી, નિયામક અને સભ્યોની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી શકે છે.

