ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે દીકરી સમાયરા સાથેની એક ચૅલેન્જનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે દીકરી સમાયરા સાથેની એક ચૅલેન્જનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. ‘ડોન્ટ સ્પીલ ધ વૉટર’ નામની આ ચૅલેન્જમાં તેઓ એક પછી એક ગ્લાસમાં પાણીનાં ટીપાં રેડે છે. જે વ્યક્તિનાં પાણીનાં ટીપાંને કારણે ગ્લાસમાંથી પાણી બહાર આવી જાય તેને હારેલો જાહેર કરવામાં આવે છે. આ કિસ્સામાં રોહિત શર્માને દીકરી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કૅમેરા પાછળથી રોહિતની પત્ની રિતિકા સજદેહ પણ આ ચૅલેન્જની મજા માણી રહી હતી.

