Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > BSEએ કર્યો હાઉસિંગ ફાઇનૅન્સ ઇન્ડેક્સ લૉન્ચ

BSEએ કર્યો હાઉસિંગ ફાઇનૅન્સ ઇન્ડેક્સ લૉન્ચ

Published : 23 April, 2026 08:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નવા ઇન્ડેક્સનો ઉપયોગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને ઇન્ડેક્સ ફન્ડ જેવા પરોક્ષ રોકાણવ્યૂહો માટે કરી શકાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની BSE ઇન્ડેક્સ સર્વિસિસ લિમિટેડે એક નવો ઇન્ડેક્સ BSE હાઉસિંગ ફાઇનૅન્સ લૉન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સમાં BSE-100 ઇન્ડેક્સમાંની મૂળતઃ હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૨૦૧૫ની બાવીસ જૂને મૂલ્યના આધારે ૧૦૦૦ પૉઇન્ટ્સના મૂલ્ય સાથે આ ઇન્ડેક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર છ મહિને એટલે કે જૂન અને ડિસેમ્બરમાં આ ઇન્ડેક્સની પુન: સમીક્ષા કરવામાં આવશે.



આ નવા ઇન્ડેક્સનો ઉપયોગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને ઇન્ડેક્સ ફન્ડ જેવા પરોક્ષ રોકાણવ્યૂહો માટે કરી શકાશે. પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસના વ્યૂહોમાં બેન્ચમાર્કિંગ માટે પણ એનો ઉપયોગ કરી શકાશે. રોકાણકારોને હવે માર્કેટની વધુ તકો ઉપલબ્ધ થશે અને નવા ઇન્ડેક્સ દ્વારા તેઓ તેમના રોકાણવ્યૂહોને વધુ સમૃદ્ધ બનાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK