Mumbai Metro tickets on Rapido: મુંબઈના મુસાફરો હવે સીધા જ રેપિડો એપ પર મહા મુંબઈ મેટ્રોની ટિકિટ બુક કરાવી શકશે; ઓએનડીસી (ONDC) દ્વારા મેટ્રો લાઇન ૨એ (2A), ૨બી (2B), ૭ અને ૯ને આ એપ પર સાંકળવામાં આવી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રો (Mumbai Metro0માં મુસાફરી કરતા લોકો માટે સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે મુસાફરો લોકપ્રિય રાઈડ-હેલિંગ એપ રેપિડો (Rapido) દ્વારા સીધી જ મુંબઈ મેટ્રોની ટિકિટ (Mumbai Metro tickets on Rapido) બુક કરાવી શકશે. આ નવી સુવિધાથી મુસાફરોએ હવે ટિકિટ બારી પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને તેઓ તેમના સ્માર્ટફોન દ્વારા સરળતાથી ડિજિટલ ટિકિટ મેળવી શકશે.
આ સુવિધાને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ એક ખાસ ઓફર પણ જાહેર કરી છે. જે અંતર્ગત નવા વપરાશકર્તાઓ જો રેપિડો એપ દ્વારા મેટ્રો ટિકિટ બુક કરાવશે, તો તેમને તેમની પ્રથમ રાઈડ બિલકુલ મફત મળશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવાનો અને મેટ્રો સ્ટેશનો પર ભીડ ઘટાડવાનો છે.
ADVERTISEMENT
મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (Maha Mumbai Metro Operation Corporation Ltd) દ્વારા ગુરુવાર, ૨૩ એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ જાણકારી શેર કરવામાં આવી છે. આ માહિતી મુજબ મુંબઈના નાગરિકો હવે ઓએનડીસી (ONDC) એપ દ્વારા રેપિડો પર તેમની મેટ્રો ટિકિટ બુક કરાવી શકશે. આ નવી સુવિધાથી શહેરી મુસાફરી વધુ સરળ બનશે, કારણ કે રેપિડોએ તેની એપ પર મુંબઈ મેટ્રો ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરી છે, જે મુસાફરોને ટિકિટ બારીની લાંબી લાઈનોમાંથી મુક્તિ આપીને કેશલેસ અને ઝડપી વિકલ્પ પૂરો પાડશે.
આ મેટ્રો લાઈનની ટિકીટ હશે ઉપલબ્ધ
આ જોડાણ અંતર્ગત મેટ્રો લાઇન ૨એ (2A), ૨બી (2B), ૭ અને ૯નો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરો હવે કોઈપણ વિલંબ વગર તરત જ ક્યૂઆર (QR) કોડ આધારિત ટિકિટ જનરેટ કરી શકશે અને સ્ટેશનો પર લાઈનમાં ઊભા રહ્યા વગર સીધો પ્રવેશ મેળવી શકશે. હવે મહા મુંબઈ મેટ્રો ટિકિટ રેપિડો એપ પર માત્ર એક ક્લિક દૂર છે, જે મેટ્રો મુસાફરોના રોજિંદા પ્રવાસને વધુ સુવિધાજનક બનાવશે.
Your Maha Mumbai Metro ticket is now just a tap away on Rapido.
— Maha Mumbai Metro Operation Corporation Ltd (@MMMOCL_Official) April 23, 2026
Metro 2A, 2B, 7 & 9 are now live on @rapidobikeapp via @ONDC_Official — seamless, cashless, queue-free.
And it comes with instant
savings. ?
? New on Rapido? First metro ride FREE (up to ₹50)
? Already a… pic.twitter.com/fT7PQIg691
ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઓફર
મુસાફરો ડિજિટલ ટિકિટિંગ અપનાવે તે માટે રેપિડો દ્વારા મર્યાદિત સમયની ખાસ ઓફર્સ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નવા વપરાશકર્તાઓ ૫૦ રૂપિયા સુધીની તેમની પ્રથમ મેટ્રો રાઈડ મફતમાં મેળવી શકશે. આ ઉપરાંત, જેઓ પહેલેથી રેપિડો એપનો ઉપયોગ કરી રહ્યા છે તેવા ગ્રાહકોને પણ તેમની પ્રથમ મેટ્રો ટિકિટ પર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા ૧૦ રૂપિયા રાખવામાં આવી છે.
આ ટિકિટ બુક કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. મુસાફરોએ માત્ર એપ ખોલીને તેમનો મેટ્રો રૂટ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ ક્યૂઆર ટિકિટ બુક કરીને મુસાફરી કરી શકાશે. આ સુવિધાને કારણે મુસાફરોએ હવે રોકડ રકમ અથવા ફિઝિકલ ટોકન રાખવાની જરૂર રહેશે નહીં.
ડિજિટલ મોબિલિટી અભિયાનનો મહત્વનો ભાગ
MMMOCL ના સત્તાવાર હેન્ડલ પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ પહેલ ભારતનું પ્રથમ કોમન મોબિલિટી પ્લેટફોર્મ ગણાતી `મુંબઈ વન એપ`ના લોન્ચિંગ બાદ લેવામાં આવેલું એક મોટું પગલું છે. ગયા ડિસેમ્બર મહિનાથી મેટ્રો સેવાઓને ઓએનડીસી (ONDC) સાથે સાંકળવામાં આવી છે, જેના કારણે વિવિધ એપ્લિકેશન્સ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ બની છે.
હાલમાં મહા મુંબઈ મેટ્રોની ટિકિટિંગ સુવિધા ઉબેર (Uber) અને વોટ્સએપ (WhatsApp) જેવી લોકપ્રિય એપ સહિત ૧૬થી વધુ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આગામી મહિનાઓમાં આ યાદીમાં વધુ નવી એપ્લિકેશન્સ ઉમેરવામાં આવે તેવી પણ શક્યતા છે. આ પગલાંનો મુખ્ય હેતુ ટેકનોલોજી દ્વારા મુસાફરોની મુસાફરીને વધુ સરળ અને આધુનિક બનાવવાનો છે.
