Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂર્વ કર્મચારીએ જ કર્યું અપહરણ, ૩૨ લાખની લૂંટ! મુંબઈ પોલસીને સતર્કતાથી છ કલાકમાં જ આરોપીઓ પકડાયા

પૂર્વ કર્મચારીએ જ કર્યું અપહરણ, ૩૨ લાખની લૂંટ! મુંબઈ પોલસીને સતર્કતાથી છ કલાકમાં જ આરોપીઓ પકડાયા

Published : 23 April, 2026 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: મુંબઈ પોલીસે એન્ટોપ હિલ વિસ્તારમાં થયેલી ૩૨.૫ લાખ રૂપિયાની લૂંટ અને અપહરણના કેસનો ભેદ માત્ર છ કલાકમાં ઉકેલ્યો; છ આરોપીઓની કરી ધરપકડ; આરોપીઓ પાસેથી પાસેથી ૨૯.૬૯ લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરી

ધરપકડ કરાયેલા છ આરોપીઓ સાથે એન્ટોપ હિલ પોલીસ (તસવીરઃ મિડ-ડે)

ધરપકડ કરાયેલા છ આરોપીઓ સાથે એન્ટોપ હિલ પોલીસ (તસવીરઃ મિડ-ડે)


મુંબઈ પોલીસ (Mumbai Police)ની ત્વરિત કાર્યવાહીએ અપહરણ અને લૂંટના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે શંકાસ્પદોને શોધી કાઢ્યા હતા અને પીડિતથી પરિચિત વ્યક્તિ દ્વારા ઘડાયેલા આયોજિત ગુનાનો ખુલાસો કર્યો હતો. એન્ટોપ હિલ પોલીસ (Antop Hill Police)એ એક અપહરણ અને લૂંટના કેસનો માત્ર છ કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ૧૪ એપ્રિલના રોજ વિરાર (Virar)ના એક રહેવાસી પાસેથી ૩૨.૫ લાખ રૂપિયા લૂંટવા બદલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે.

મુંબઈ (Mumbai) ની એન્ટોપ હિલ (Antop Hill) પોલીસે અપહરણ અને લૂંટના એક સનસનીખેજ કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વિરારના રહેવાસી શ્રવણ લક્ષ્મણ રાવલ પાસેથી ૩૨.૫ લાખ રૂપિયા લૂંટવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આખી સાજિશનો માસ્ટરમાઇન્ડ પીડિતનો જ એક પૂર્વ કર્મચારી હતો, જેણે ગેંગને (Mumbai Crime) મોટી રકમની રોકડ વિશે માહિતી આપી હતી.



છ કલાકમાં પકડ્યા છ આરોપી


હકીકતમાં, વિરારના રહેવાસી પીડિત શ્રવણ લક્ષ્મણ રાવલનું અપહરણ કરી તેમની સાથે લૂંટ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છ કલાકની અંદર છ આરોપીઓની ધરપકડ કરી અને ૨૯.૬૯ લાખ રૂપિયા રિકવર કર્યા છે. આ સાથે જ, આ આયોજિત ગુનામાં સામેલ અન્ય બે ફરાર શંકાસ્પદોની શોધખોળ હજુ ચાલુ છે.

ગાડીમાં પીછો કરીને કર્યું હતું અપહરણ


પીડિત શ્રવણ લક્ષ્મણ રાવલ, અંધેરી (Andheri)માં ૮૭ લાખ રૂપિયાની કુલ રકમમાંથી કેટલોક હિસ્સો સોંપ્યા બાદ, બાકીના ૩૭ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને એન્ટોપ હિલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક બોલેરો જીપ તેમનો પીછો કરી રહી હતી. ત્યારબાદ, આરોપીઓએ શ્રવણનું અપહરણ કર્યું અને તેને ધમકાવ્યો હતો. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ તેને ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસનું માનવું છે કે ગેંગે અપહરણને અંજામ આપતા પહેલા પીડિતનો ખૂબ જ નજીકથી પીછો કર્યો હતો અને તેના રૂટ તેમજ સમય પર સતત દેખરેખ રાખી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘તેઓએ પરિવહનથી લઈને લોજિસ્ટિક્સ સુધીનું બધું જ આયોજન કર્યું હતું. તેઓ પીડિતની હિલચાલ વિશે જાણતા હતા અને યોગ્ય સમયે જ હુમલો કર્યો હતો.’

પોલીસ તપાસમાં થયો ખુલાસો

શરૂઆતી તપાસમાં કોઈ મજબૂત કડી ન મળતા, પોલીસે સંભવિત પુરાવાઓ મેળવવા માટે પીડિતના કામના સ્થળ અને તેના સંપર્કોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, એક જૂના કર્મચારીએ જ આ ગેંગને માહિતી આપી હતી અને ગુના માટે જરૂરી વિગતો પૂરી પાડી હતી.

પોલીસે વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુંબઈ, નાલાસોપારા (Nalasopara) અને ગોવા (Goa)માં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લૂંટાયેલી રકમમાંથી મોટાભાગની રોકડ રિકવર કરવામાં આવી છે.

મુંબઈ અને ગોવામાંથી ધરપકડ કરાયેલા છ આરોપીઓના નામ છે - રાહુલ એકનાથ ગાયકવાડ, ૩૦ વર્ષ; ઈરફાન અલી અહેમદ અલી ખાન, ૩૩ વર્ષ; વિવેક વિલાસ કાકડે, ૩૨ વર્ષ; સંતોષ વસંત માલેકર, ૪૪ વર્ષ; સ્વપ્નિલ ચંદ્રકાંત પાટીલ, ૩૪ વર્ષ; મોહમ્મદ રિઝવાન અંસાર, ૪૧ વર્ષ.

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK