ફ્રી ફ્લૉટ મેથડ આધારિત આ ઇન્ડેક્સની માર્કેટ કૅપ પ્રમાણે ઍડ્જસ્ટ કરેલી બેઝ વૅલ્યુ ૨૦૧૭ની ૧૯ જૂને ૧૦૦૦ હતી.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે નવા ઇન્ડેક્સ-BSE ઇન્ડિયા ડિફેન્સની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સના લૉન્ચિંગ નિમિત્તે BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશુતોષ સિંહે કહ્યું, “દેશનું સંરક્ષણ ક્ષેત્ર અંદાજપત્રમાં મોટી ફાળવણી કરાઈ એ પછી મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ઘરઆંગણે એના ઉત્પાદન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. BSE ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ રોકાણકારોને રોકાણ માટેનો નિયમ આધારિત તેમ જ પારદર્શી બેન્ચમાર્ક પૂરો પાડે છે. આ ઇન્ડેક્સ સંરક્ષણ ક્ષેત્રની કામગીરીનો માપદંડ જ નહીં પણ નવા મૂડીરોકાણ પ્રોડક્ટ્સ અને પોર્ટફોલિયો વૈવિધ્યની તકો પૂરી પાડશે.’
BSE ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ BSE ૧૦૦૦ ઇન્ડેક્સમાંની સ્ક્રિપ્ટ્સમાંથી બનાવવામાં આવ્યો છે. ફ્રી ફ્લૉટ મેથડ આધારિત આ ઇન્ડેક્સની માર્કેટ કૅપ પ્રમાણે ઍડ્જસ્ટ કરેલી બેઝ વૅલ્યુ ૨૦૧૭ની ૧૯ જૂને ૧૦૦૦ હતી.
ADVERTISEMENT
આ ઇન્ડેક્સનો હેતુ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓના સ્ટૉક્સની કામગીરીને ટ્રેક કરવાનો છે.

