બીજી બાજુ, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ વધઘટ થઈ હતી. બિટકૉઇનમાં ૦.૧૯ ટકાનો ઘટાડો થઈને ભાવ ૧,૦૮,૬૦૮ ડૉલર થયો હતો.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એમિરેટ્સ ઍરલાઇન્સે પોતાની ડિજિટલ પેમેન્ટ-સિસ્ટમમાં ક્રિપ્ટોકરન્સીના પેમેન્ટની વ્યવસ્થા કરવા માટે ક્રિપ્ટો ડૉટકૉમ સાથે સહયોગ સાધ્યો છે. એનો અમલ આવતા વર્ષથી થવાની ધારણા છે. બુધવારે એમિરેટ્સ ઍરલાઇનના ચૅરમૅન શેખ અહમદ બિન સઈદ અલ મકતુમની ઉપસ્થિતિમાં ક્રિપ્ટો ડૉટકૉમના સંયુક્ત આરબ અમીરાત ખાતેના કામકાજના પ્રેસિડન્ટ મહમ્મદ અલ હકીમ જોડે આ બાબતે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
દરમ્યાન અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના મીડિયા ઍન્ડ ટેક્નૉલૉજી ગ્રુપે કેટલીક નિશ્ચિત ડિજિટલ ઍસેટ્સને ટ્રેક કરનારા નવા ક્રિપ્ટો એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)ના લિસ્ટિંગ માટે અરજી કરી છે. ટ્રુથ સોશ્યલ ક્રિપ્ટો બ્લુ ચિપ ETF નામના આ ફન્ડના પોર્ટફોલિયોમાં બિટકૉઇન, ઇથેરિયમ, સોલાના, એક્સઆરપી અને ક્રોનોસને સમાવી લેવામાં આવશે. એમાં ૮૫ ટકા હિસ્સો બિટકૉઇનનો હશે.
ADVERTISEMENT
બીજી બાજુ, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ વધઘટ થઈ હતી. બિટકૉઇનમાં ૦.૧૯ ટકાનો ઘટાડો થઈને ભાવ ૧,૦૮,૬૦૮ ડૉલર થયો હતો. ઇથેરિયમ ૨.૩૪ ટકાની વૃદ્ધિ સાથે ૨૬૩૯ ડૉલર પર પહોંચ્યો હતો. માર્કેટ કૅપમાં ૦.૮૨ ટકા વધારો થઈને આંકડો ૩.૩૮ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યો હતો.

