કંપનીએ બુક બિલ્ડિંગ પબ્લિક ઇશ્યુ મારફત ૭૮ રૂપિયાના ભાવે ૨૩.૬૫ લાખ નવા ઇક્વિટી શૅર ઇશ્યુ કરીને ૧૮.૪૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાંની અનેક નાની કંપનીઓ મૂડી એકત્ર કરવા માટે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પ્લૅટફૉર્મ પર લિસ્ટ થઈ રહી છે. બુધવારે વધુ એક કંપની જય અંબે સુપરમાર્કેટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. ગુજરાતના ગાંધીનગર ખાતે હેડ ક્વૉર્ટર ધરાવતી જય અંબે સુપરમાર્કેટ્સ લિમિટેડ BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી ૬૨૨મી કંપની છે.
કંપની ગુજરાતભરમાં ૯૬,૮૭૬ ચોરસ ફુટ વિસ્તારના ૧૭ સ્ટોર ધરાવે છે જેનું સિટી સ્ક્વેર માર્ટ બ્રૅન્ડ હેઠળ સંચાલન થાય છે. કંપની આ સ્ટોર્સ મારફત એફએમસીજી પ્રોડક્ટ્સ, કરિયાણું, હોમ ટેક્સટાઇલ્સ, હોમ ડેકોર, વસ્ત્રો, અપૅરલ્સ, રમકડાં, ગિફ્ટ આર્ટિકલ્સ, પગરખાં અને અન્ય ઘરગથ્થુ ચીજોનું રીટેલ વેચાણ કરે છે.
કંપનીએ બુક બિલ્ડિંગ પબ્લિક ઇશ્યુ મારફત ૭૮ રૂપિયાના ભાવે ૨૩.૬૫ લાખ નવા ઇક્વિટી શૅર ઇશ્યુ કરીને ૧૮.૪૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

