Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મારુતિ સુઝુકીએ લૉન્ચ કરી ૧૦૦ ટકા એથનૉલથી ચાલતી દેશની પહેલી કાર

મારુતિ સુઝુકીએ લૉન્ચ કરી ૧૦૦ ટકા એથનૉલથી ચાલતી દેશની પહેલી કાર

Published : 05 June, 2026 11:27 AM | Modified : 05 June, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખાસ ઇવેન્ટમાં કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા

મારુતિ સુઝુકીની ફ્લેક્સ ફ્યુઅલ કારના લૉન્ચ દરમ્યાન ભારત સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પ્રધાન હરદીપસિંહ પુરી તથા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી હાજર રહ્યા હતા

મારુતિ સુઝુકીની ફ્લેક્સ ફ્યુઅલ કારના લૉન્ચ દરમ્યાન ભારત સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પ્રધાન હરદીપસિંહ પુરી તથા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી હાજર રહ્યા હતા


ભારતની સૌથી મોટી કારનિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ઑટોમોબાઇલ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. કંપનીએ ગઈ કાલે ૪ જૂને નવી દિલ્હીમાં દેશની પહેલી માસ-માર્કેટ ફ્લેક્સ-ફ્યુઅલ પૅસેન્જર કાર WagonR Flex Fuel (E100) સત્તાવાર રીતે લૉન્ચ કરી છે. આ ખાસ ઇવેન્ટમાં કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા.

શું છે WagonR Flex Fuelની વિશેષતા?



આ કાર E20થી લઈને E100 (૧૦૦ ટકા શુદ્ધ એથનૉલ)ના કોઈ પણ મિશ્રણ પર સરળતાથી ચાલી શકશે. ઠંડીમાં કાર સ્ટાર્ટ થવાની સમસ્યા નિવારવા માટે એમાં હીટેડ ફ્યુઅલ રેલ અને એથનૉલનું પ્રમાણ માપવા માટે એથનૉલ સેન્સર ટેક્નૉલૉજી આપવામાં આવી છે. કારના ઇન્ટીરિયરને વધુ આરામદાયક અને પ્રીમિયમ લુક સાથે સુરક્ષાના ઉચ્ચ માપદંડોથી સજ્જ કરવામાં આવ્યું છે.


ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કિંમત

ગ્રાહકો માટે ઈંધણની ઉપલબ્ધતા સરળ બનાવવા સરકાર આવતાં બે વર્ષમાં દેશભરમાં ૫૦૦૦ નવા એથનૉલ પમ્પ (E100 આઉટલેટ્સ) ખોલવાની તૈયારી કરી રહી છે. જોકે મારુતિ સુઝુકી દ્વારા આ કારની સત્તાવાર કિંમતની જાહેરાત કરવાની હજી બાકી છે, પરંતુ લાંબા ગાળે આ કાર ગ્રાહકોના માસિક ખર્ચમાં મોટી બચત કરાવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK