આરોપીએ લિફ્ટનો દરવાજો બંધ થતાં ટીનેજરની છેડતી કરી હતી અને અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મેટ્રોના દહાણુકરવાડી સ્ટેશનની લિફ્ટમાં ૨૯ મેએ ૧૭ વર્ષની ટીનેજરની છેડતી કરનાર ૪૪ વર્ષના એક પુરુષને કાંદિવલી પોલીસે તપાસ કરીને પશ્ચિમ બંગાળ જતી ગીતાંજલિ એક્સપ્રેસમાંથી રાયપુર જંક્શન સ્ટેશન પરથી ઝડપી લીધો હતો.
પોલીસે કહ્યું હતું કે ‘ટીનેજર લિફ્ટમાં ચડી એ વખતે આરોપી ઑલરેડી લિફ્ટમાં હતો. લિફ્ટમાં તેઓ બે જ જણ હતાં. આરોપીએ લિફ્ટનો દરવાજો બંધ થતાં ટીનેજરની છેડતી કરી હતી અને અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો. લિફ્ટ ઊભી રહેતાં ટીનેજરે બહાર આવીને પહેલાં મેટ્રોના સ્ટાફને બનાવની જાણ કરીને મદદ માગી હતી. જોકે એ દરમ્યાન આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ટીનેજરે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મેટ્રો તરફથી આરોપીનાં CCTV કૅમેરાનાં ફુટેજ કાંદિવલી પોલીસને આપવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
કાંદિવલી પોલીસે ત્યાર બાદ ઝડપથી તપાસ શરૂ કરી હતી. આરોપીની ઓળખ પાકી થયા બાદ તેની ટેક્નિકલ ડીટેઇલ કઢાવવામાં આવી હતી. દોની સરકાર નામનો આરોપી ગીતાંજલિ એક્સપ્રેસમાં પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હોવાનું કન્ફર્મ થતાં તેને રાયપુર સ્ટેશને ટ્રેનમાંથી જ પકડી લેવામાં આવ્યો હતો.
