Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉક્ટરે હાડકું સાંધી આપ્યું, પણ દરદીએ પૈસા ન આપ્યા એટલે ફરી તોડી નાખ્યું

ડૉક્ટરે હાડકું સાંધી આપ્યું, પણ દરદીએ પૈસા ન આપ્યા એટલે ફરી તોડી નાખ્યું

Published : 05 June, 2026 01:42 PM | IST | Muzaffarnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધવા મહિલાનો આરોપ છે કે સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સારવાર સાથે પૈસાની ગેરકાનૂની વસૂલી થાય છે

રેશમા નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરીને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચી હતી

અજબ ગજબ

રેશમા નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરીને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચી હતી


ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લાકલેક્ટર પાસે એક વિચિત્ર ફરિયાદ આવી. રેશમા નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરીને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચી હતી. આ વિધવા મહિલાનો આરોપ છે કે સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સારવાર સાથે પૈસાની ગેરકાનૂની વસૂલી થાય છે. વાત એમ હતી કે રેશમા તેની દીકરીનો પગ ભાંગી ગયો હતો એની સારવાર માટે જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં ગઈ હતી. ત્યાં તેની સારવાર તો કરવામાં આવી પણ પૈસાની માગણી પણ કરવામાં આવી. હાડકું જોડવા માટે વધુ સારવારની જરૂર છે એમ કહીને તેની પાસે ૮૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા. રેશમા પાસે એટલા પૈસા નહોતા. તેણે જ્યારે પૈસા નહીં આપી શકે એમ કહ્યું તો પેલા ડૉક્ટરે સાંધેલા હાડકાવાળા પગને ફરી મરોડીને હાડકું તોડી નાખ્યું હતું. હવે જિલ્લાકલેક્ટર આ બાબતે તપાસ કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:42 PM IST | Muzaffarnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK