તેમનું કહેવું છે કે કાચા માલનો ખર્ચ વધવાને કારણે તથા કારનાં ફીચર્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિ થશે
પ્રતીકાત્મક તસવીર
કાર માર્કેટની અગ્રણી ત્રણ કંપનીઓ - મારુતિ સુઝુકી, મર્સિડિઝ અને ઑડીએ જાન્યુઆરીથી કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે કાચા માલનો ખર્ચ વધવાને કારણે તથા કારનાં ફીચર્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિ થશે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યા મુજબ અલગ-અલગ મૉડલ માટે અલગ-અલગ ભાવવધારો થશે, જ્યારે મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાએ કહ્યું છે કે અમુક મૉડલો પર બે ટકા સુધીનો ભાવવધારો થશે. ઑડીએ જણાવ્યું છે કે બધાં જ મૉડલોના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવશે.
મારુતિએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે ગત એક વર્ષમાં કાચા માલના ભાવ વધવાને પગલે કંપનીનાં વાહનોના ભાવ પર અસર થઈ રહી છે. વધારાનો થોડો બોજ ગ્રાહકો પર નાખવો જરૂરી બન્યું છે.

