Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૭૦ અને ૨૩,૯૫૦ અને નીચામાં ૨૩,૩૨૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૭૦ અને ૨૩,૯૫૦ અને નીચામાં ૨૩,૩૨૦ મહત્ત્વની સપાટીઓ

Published : 18 May, 2026 09:29 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી રહ્યો છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૯૦.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩૬૪૩.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૯૦.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૨૩૭.૯૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૮૭૮ ઉપર ૭૬,૧૩૦, ૭૬,૩૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૪,૬૮૦ નીચે ૭૪,૪૭૦, ૭૪,૧૩૪ સુધીની શક્યતા. બજારમાં મોટા ઘટાડાની ધારણા હતી જે પૂરી થઈ છે. શૅરોમાં ગભરાટમાં નવી વેચવાલીથી દૂર રહેવું હિતાવહ.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી રહ્યો છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. આવાં ટૂલ્સ કામ આપે છે, કારણ કે એ આપણને માર્કેટમાં ભાગ લેનારાઓ શું કરી રહ્યા છે અને માર્કેટના દરેક તબક્કે તેમનો શું પ્રતિસાદ છે એની જાણકારી પૂરી પાડે છે. ચાર્ટ ઍનૅલિસિસ હકીકતમાં જોઈએ તો માનવ સાયકોલૉજીનો અને બદલાતી માર્કેટ કન્ડિશનને ટ્રેડર્સનો કેવો પ્રતિસાદ મળે છે એનો સચિત્ર અભ્યાસ છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૬૮.૯૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



AU સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૯૯૦.૫૦) : ૧૦૭૯.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૦૩ ઉપર ૧૦૧૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૮૬ નીચે ૯૭૬ તૂટે તો ૯૭૧, ૯૫૫, ૯૪૦ સુધીની શક્યતા.


રિલાયન્સ (૧૩૩૬.૪૦) : ૧૪૭૩.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૬૪ ઉપર ૧૩૮૩, ૧૩૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૯ નીચે ૧૩૧૧, ૧૨૯૭ મહત્ત્વની સપાટી ગણાય. લાંબા ગાળાના રોકાણકારોએ દૂર રહેવું હિતાવહ.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૩૮૪૨.૪૦) : ૫૭૪૭૭ના ટૉપથી નરમાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૫૫૦ ઉપર ૫૪,૯૦૦, ૫૫,૧૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૨૬૦ નીચે ૫૨,૯૪૦, ૫૨, ૮૬૦ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૨૩,૬૪૩.૯૦) : ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૮૭૦ ઉપર ૨૩,૯૫૦, ૨૪,૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૫૮૫ નીચે ૨૩,૪૪૦, ૨૩,૩૨૦, ૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. 

HFCL (૧૪૭.૮૦) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫ ઉપર ૧૫૭, ૧૬૪, ૧૭૧ સુધીની શક્યતા. નીચામાં ૧૩૭ નીચે સપોર્ટ ગણાય. જેની નીચે નફારૂપી વેચવાલી જોવા મળશે. નવા લેણમાં સાવચેતી જરૂરી. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર : કદી એને મળીશું તો પૂછી લઈશું, વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં. - મરીઝ

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 09:29 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK