Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સારું રિઝલ્ટ આવતાં સાંવરિયા સેઠને ભક્તે ચાંદીનું પુસ્તક ચડાવ્યું

સારું રિઝલ્ટ આવતાં સાંવરિયા સેઠને ભક્તે ચાંદીનું પુસ્તક ચડાવ્યું

Published : 18 May, 2026 11:39 AM | IST | Chittorgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં સાંવરિયા સેઠે એક ભક્તની સારા એજ્યુકેશનની માનતા પણ પૂરી કરી હતી

આ પુસ્તકના પહેલા પેજ પર શ્રી સાંવરિયા સેઠ કી જય લખ્યું છે

અજબ ગજબ

આ પુસ્તકના પહેલા પેજ પર શ્રી સાંવરિયા સેઠ કી જય લખ્યું છે


રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું ભગવાન કૃષ્ણનું ફેમસ સાંવરિયા સેઠ મંદિર આમ તો વેપારીઓના ભાગીદારના રૂપમાં પૂજાય છે. અહીં ભક્તો ભગવાનને પોતાના ધંધામાં ભાગીદાર બનાવીને સુખસમૃદ્ધિની માનતા માને છે. જોકે તાજેતરમાં સાંવરિયા સેઠે એક ભક્તની સારા એજ્યુકેશનની માનતા પણ પૂરી કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બારમા ધોરણની પરીક્ષામાં દીકરો સારા માર્ક્સે પાસ થાય એની વેપારી પિતાએ માનતા રાખી હતી. તે છોકરાને ૯૫ ટકા માર્ક્સ આવ્યા હતા અને તેણે પોતાની સ્કૂલમાં ટૉપ કર્યું હતું. આ માનતા પૂરી થતાં તેના વેપારી પિતાએ ચાંદીનું પુસ્તક ઘડાવીને પ્રભુનાં ચરણે ધર્યું હતું. આ પુસ્તક પાંચ પાનાંનું છે અને પ૦ ગ્રામ ચાંદીમાંથી તૈયાર થયું છે. આ પુસ્તકના પહેલા પેજ પર શ્રી સાંવરિયા સેઠ કી જય લખ્યું છે અને બીજી તરફ 12th Pass લખ્યું છે. એક પેજ પર સાંવલિયા સેઠની મૂર્તિ પણ અંકિત થયેલી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 11:39 AM IST | Chittorgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK