Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૩૧૫ અને ૨૪,૫૩૫ અને નીચામાં ૨૩,૯૩૭ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૩૧૫ અને ૨૪,૫૩૫ અને નીચામાં ૨૩,૯૩૭ મહત્ત્વની સપાટીઓ

Published : 11 May, 2026 10:48 AM | IST | Mumbai
Ashok Trivedi

બૅન્ક નિફટી ફ્યુચર (૫૫,૫૧૮.૮૦)ઃ ૫૭,૪૭૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૩૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૩૬.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪૨૩૪.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૧૪.૬૯ પૉઇન્ટના નેટ સુધારે ૭૭૩૨૮.૧૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૩૯૦ ઉપર ૭૮,૮૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૧૪૬ નીચે ૭૬,૫૧૫, ૭૬,૨૫૮ તૂટે તો ૭૫,૮૬૮, ૭૫,૪૫૦, ૭૪,૯૭૦, ૭૪,૬૮૦, ૭૪,૪૭૦ સુધીની શક્યતા. બજારમાં મોટો ઘટાડો આવવો જોઈએ, પણ આવતો નથી. આવશે પણ ખરો. સ્કિપ આધારિત વધ-ઘટ જોવા મળશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહનરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય (આ લેવલના સ્ટૉપલૉસે હવે દરેક ઉછાળે ભરાઈ પડેલા જૂના તેજીવાળા તેમ જ મંદીવાળા પણ વેચવાલ થતાં ભાવો ઝડપથી ઘટવા માંડે છે. આવા સમયે ચર્ટિસ્ટો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રાઇઝ પૅટર્ન, સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ જેવા મુદ્દાઓ હકીકતમાં કેવી રીતે સાચા પડે છે એ જાણવું ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. આનું કારણ કોઈ ચમત્કાર કે ચાર્ટ પર દોરેલી લાઇનો નથી. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૧૯૮.૨૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



અપોલો હૉસ્પિટલ (૮૦૯૭.૦૦)ઃ ૭૦૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૧૫ ઉપર ૮૧૭૫, ૮૨૬૫, ૮૩૫૦, ૮૪૪૦, ૮૫૨૫, ૮૬૧૫, ૮૭૦૦ સુધીની શક્યતા. નીચામાં ૮૦૦૦ નીચે ૭૯૧૩, ૭૮૫૦ સપોર્ટ ગણાય.


કૉફોર્જ (૧૩૬૮.૧૦) ઃ ૧૧૩૬.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૪ ઉપર ૧૪૩૫, ૧૪૯૬ સુધીની શક્યતા. નીચામાં ૧૩૧૩ નીચે ૧૨૭૫ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૫,૫૧૮.૮૦)ઃ ૫૭,૪૭૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૫૯૦ ઉપર ૫૬,૭૬૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૩૦૦ નીચે ૫૪,૪૩૦ તૂટે તો ૫૪,૨૪૦, ૫૩,૭૮૫, ૫૩,૩૨૦, ૫૨,૯૪૦, ૫૨,૮૬૦ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૨૪,૨૩૪.૬૦)

૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૧૮ ઉપર ૨૪,૪૫૮, ૨૪,૫૩૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૧૬૦ નીચે ૨૩,૯૩૭, ૨૩,૮૫૧, ૨૩,૮૩૪ તૂટે તો ૨૩,૬૨૫, ૨૩,૫૮૦, ૨૩,૪૪૦, ૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

HFCL (૧૪૧.૧૫)

૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૭ ઉપર ૧૫૦, ૧૫૭ સુધીની શક્યતા. નીચામાં ૧૩૧ નીચે ૧૨૬ સપોર્ટ ગણાય. હવે નવા લેણમાં સાવચેતી જરૂરી. આ સાથે  લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૯.૯૮)

૩૯.૪૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩ ઉપર ૭૬ કુદાવે તો ગાડીએ વિરાર પસાર કર્યું છે એમ સમજવું. ૭૬ ઉપર ૭૮, ૮૬, ૯૪, ૧૦૨, ૧૦૯, ૧૧૬ સુધીની શક્યતા. નીચામાં ૬૬.૬૪ નીચે ૬૨.૭૫, ૫૫,૫૨, ૪૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે. લાંબી રેસનો ઘોડો છે. આટલું સમજાય તો નો-પ્રૉબ્લેમ.

શૅરની સાથે શેર: બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે, ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે. - ડૉ. રઇશ મનીઆર

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 10:48 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK