° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


News In Short: રૂપિયો ડૉલર સામે ૧૩ પૈસા નબળો પડ્યો

18 May, 2022 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્ક અમેરિકન ડૉલરમાં માર્ચમાં નેટ સેલર બની

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ ૧૩ પૈસા નબળો પડ્યો હતો. ભારતીય શૅરબજારમાં મજબૂતાઈ હોવા છતાં ડૉલરની મજબૂતાઈને પગલે રૂપિયો ગગડી ગયો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૬૮ની સપાટી પર ખૂલ્યા બાદ એક તબક્કે વધુ નબળો પડીને ૭૭.૭૯૭૫ સુધી પહોંચીને દિવસનાં અંતે ૭૭.૫૮ પર બંધ રહ્યો હતો. શુક્રવારે ભારતીય રૂપિયો ૭૭.૪૫ની સપાટી પર બંધ રહ્યો હતો.
રિઝર્વ બૅન્ક અમેરિકન ડૉલરમાં માર્ચમાં નેટ સેલર બની
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના મે મહિનાના માસિક બુલેટિનમાં જણાવ્યા મુજબ સ્પોટ માર્કેટમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા માર્ચ મહિનામાં અમેરિકન ડૉલરની નેટ સેલર બની હતી અને આશરે ૨૦.૧૦૧ અબજ ડૉલરનું વેચાણ કર્યું હતું. બૅન્કે ૪.૩૧૫ અબજ ડૉલરની ખરીદી કરી હતી અને ૨૪.૪૧૬ અબજ ડૉલરનું વેચાણ કર્યું હતું.

સ્ટીલમાં મંદી : ભાવ ઊંચી સપાટીથી ૧૦ ટકા તૂટ્યા

સ્ટીલ બજારમાં ફરી મંદીનો દોર ચાલુ થયો છે અને ચોમાસું નજીક હોવાથી ભાવમાં વધુ ઘટાડો થાય એવી પણ સંભાવના રહેલી છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ થયા બાદ સ્ટીલના ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચીનમાં લૉકડાઉન આવ્યું હોવાથી એની અસર પણ બજાર પર જોવા મળી રહી છે.દેશમાં સ્ટીલના ભાવ સરેરાશ વધીને ૬૫,૦૦૦ રૂપિયા પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યા હતા, જે ઘટીને હાલ ૫૭,૦૦૦ રૂપિયા પ્રતિ ટનની નીચી સપાટી પર આવી ગયા છે. સ્ટીલના ભાવ મોટી કંપનીઓના એક તબક્કે વધીને પ્રતિ ટન ૭૫,૦૦૦ રૂપિયાની સપાટીએ પણ પહોંચ્યા હતા. સ્ટીલ રોલિંગ મિલ્સ અસોસિએશનના ચૅરમૅન વિવેક અડુકિયાએ જણાવ્યું હતું કે સ્ટીલ પ્રોડક્ટ જેવી કે ટીએમટી સ્ટીલ અને સ્ટ્રક્ચરલ પ્રોડક્ટના ભાવ ૧૦થી ૧૫ ટકા ઘટી ગયા છે અને હજી પણ ભાવમાં ઘટાડો થાય એવી ધારણા છે. ઇનપુટ્સની ગુણવત્તા સાથે સમાધાન હોવા છતાં અમારા ખર્ચમાં ૫૦ ટકાનો વધારો થયો છે, ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્નનો ઉપયોગ કરતા ગૌણ સ્ટીલ ઉત્પાદકોને સ્પોન્જ આયર્ન બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા થર્મલ કોલસાની જરૂર પડે છે.

હોલસેલ મોંઘવારીના દરમાં ૧૭ વર્ષનો સૌથી મોટો વધારો

એપ્રિલમાં ફુગાવાનો દર વધીને ૧૫.૦૮ ટકાની સપાટીએ પહોંચ્યો

દેશમાં એપ્રિલ મહિનામાં હોલસેલ ભાવ આધારિત મોંઘવારીનો દર એપ્રિલ ૨૦૦૫ એટલે કે ૧૭ વર્ષનો સૌથી ઝડપથી વધ્યો છે. ખાસ કરીને યુક્રેન-રશિયાનું યુદ્ધ અને નબળા રૂપિયાને પગલે કંપનીઓના વીજળી અને કાચા માલના ખર્ચમાં વધારો થયો હોવાથી ફુગાવાનો દર પણ વધ્યો છે.
હોલસેલ ભાવ આધારિત મોંઘવારીનો દર એપ્રિલમાં ૧૫.૦૮ ટકાએ પહોંચી ગયો છે જે સતત ૧૩મા મહિને ડબલ ડિજિટમાં છે અને ઍનલિસ્ટોના ૧૪.૪૮ ટકાના અંદાજ કરતાં પણ વધુ છે. માર્ચ મહિનામાં આ દર ૧૪.૫૫ ટકા અને એપ્રિલ ૨૦૨૧માં ૧૦.૭૪ ટકા હતો. એપ્રિલ મહિનામાં સૌથી વધુ વધારો ઈંધણના ભાવમાં ૩૮.૬૬ ટકાનો થયો છે, જે માર્ચ મહિનામાં ૩૪.૫૨ ટકા વધ્યો હતો. ડૉલર સામે ચાલુ વર્ષ દરમિયાન રૂપિયો પણ ચાર ટકા નબળો પડ્યો હોવાથી એની અસર પણ જોવા મળી હતી. 
હોલસેલ મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્ટનો ભાવવધારો ૧૦.૮૫ ટકા વધ્યો છે, જે માર્ચમાં ૧૦.૭૧ ટકા વધ્યો હતો. ખાદ્ય ચીજોનો દર ૮.૮ ટકા વધ્યો છે જે અગાઉના મહિને ૭.૭૧ ટકા વધ્યો હતો. 
અર્થશાસ્ત્રીઓ કહે છે કે હોલસેલ મોંઘવારીનો દર રીટેલ મોંઘવારીનો દર આઠ વર્ષની ઊંચી સપાટી ૭.૭૯ ટકા પર પહોંચ્યો હતો, એને અનુરૂપ જ વધ્યો છે, જેને પગલે મધ્યસ્થ બૅન્કોને વ્યાજદરમાં ઝડપથી વધારો કરવા માટે મજબૂર કરશે.

સંસ્થાકીય રોકાણકારોએ ૨૯૮ મિલ્યન ડૉલરથી વધુના બીટકૉઇન ભેગા કર્યા

આઇસી15 ઇન્ડેક્સમાં ૧૧૨૩ પૉઇન્ટનો સુધારો

સંસ્થાકીય રોકાણકારોએ ગયા સપ્તાહે કુલ ૨૯૮ મિલ્યન ડૉલરના બીટકૉઇનની ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. તેની સામે ઇથેરિયમમાંથી ગયા અઠવાડિયે ૨૭ મિલ્યન ડૉલરનું રોકાણ બહાર કઢાયું હતું. આમ આ વર્ષે ઇથેરિયમમાંથી કુલ ૨૩૬ મિલ્યન ડૉલરનું રોકાણ પાછું ખેંચી લેવાયું છે. દુબઈસ્થિત આશિષ મહેતા ઍન્ડ અસોસિયેટ્સે પોતાના ક્લાયન્ટ્સ પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કરી છે. કંપનીના સ્થાપક આશિષ મહેતાએ કહ્યું છે કે દુબઈ અને યુએઈની સરકારે ઘડેલા નિયમનકારી માળખાને લીધે અમે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવા પ્રેરિત થયા છીએ.
અગાઉ ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૭૫ ટકા (૧૧૨૩ પૉઇન્ટ) વધીને ૪૨,૦૨૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૪૦,૮૯૭ ખૂલીને ૪૧,૨૧૯ સુધીની ઉપલી અને ૪૦,૨૧૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

18 May, 2022 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

IC15 ઇન્ડેક્સમાં ૪૬૮ પૉઇન્ટની વૃદ્ધિ, પણ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ચિંતાની સ્થિત

સિંગાપોરની વૉલ્ડ કંપનીએ ઉપાડ, ટ્રેડિંગ અને ડિપોઝિટ અટકાવી દીધાં

05 July, 2022 08:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે કોટક મહિન્દ્ર, ઇન્ડસઇન્ડ બૅન્કને એક-એક કરોડનો દંડ ફટકાર્યો

રિઝર્વ બૅન્કે કહ્યું કે તેણે નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ કોટક મહિન્દ્રા બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક પર લગભગ એક–એક કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે

05 July, 2022 08:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિન્ડફૉલ ટૅક્સ : સરકારને ૧.૩૦ લાખ કરોડની આવક

રિલાયન્સને પ્રતિ બૅરલ ૧૨ ડૉલરની ખોટ : ઓએનજીસીની કમાણીને પણ મોટો ફટકો પડ્યો

05 July, 2022 08:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK