Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાનગર ગૅસ લિમિટેડના નકલી અધિકારીની વાતોમાં આવીને છેતરાયા ડોમ્બિવલીના વેપારી, ૧૪+ લાખ રૂપિયાનો ફટકો

મહાનગર ગૅસ લિમિટેડના નકલી અધિકારીની વાતોમાં આવીને છેતરાયા ડોમ્બિવલીના વેપારી, ૧૪+ લાખ રૂપિયાનો ફટકો

Published : 17 March, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ મિનિટમાં ૮ ટ્રાન્ઝૅક્શનમાં વેપારીના ખાતામાંથી ૧૪,૪૬,૯૮૯ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ મળતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં યુદ્ધને કારણે ગૅસ-પુરવઠા વિશે ઊભા થયેલા સંકટ વચ્ચે સાઇબર ગઠિયાઓ હવે ગૅસ-બિલના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ડોમ્બિવલી-ઈસ્ટના ગોપાલનગરમાં રહેતા ૫૮ વર્ષના કાપડના વેપારીને શનિવારે મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિએ ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) લિન્ક મોકલીને તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૪,૪૬,૯૮૯ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મુદ્દે તિલકનગર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ૧૦ દિવસમાં મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં આ પ્રકારના ૫૦થી વધુ લોકો સાથે ફ્રૉડ થયા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ગૅસ-બિલ અથવા અન્ય સેવા સંબંધિત કોઈ પણ મેસેજ મળ્યા બાદ અજાણી લિન્ક પર ક્લિક ન કરવી. APK ફાઇલ ડાઉનલોડ ન કરવી અને તમામ ચુકવણી માત્ર ઑફિશ્યલ વેબસાઇટ અથવા ઑફિશ્યલ ઍપ દ્વારા જ કરવી.

શું હતો ઘટનાક્રમ?



ગોપાલનગરમાં કાપડના વેપારીને શુક્રવારે બપોરે એક વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ MGLના અધિકારી દિનેશ જોશી તરીકે આપીને કહ્યું કે તમારા વિસ્તારમાં નવી MGL લાઇન નાખવામાં આવી રહી છે જેને માટે તમે રજિસ્ટર નથી કરાવ્યું. તમે તમારી માહિતી મોકલો. 
 ફોન કરનાર વ્યક્તિએ માહિતી ફોન પર આપવાને બદલે ડાયરેક્ટ ઍપ્લિકેશનમાં ભરવા માટે દબાણ કરી વેપારીને વૉટ્સઍપ પર APK ફાઇલ મોકલી એ ઓપન કરી એમાં માહિતી ભરવાનું કહ્યું.
 વેપારીએ વૉટ્સઍપ પર મળેલી APK ફાઇલ પોતાના ફોનમાં ખોલીને એેમાં માહિતી ભરી હતી. એ દરમ્યાન સામેની વ્યક્તિએ પાછો ફોન કરી ૧૨ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહ્યું. એ પછી વેપારીએ ડેબિટ કાર્ડથી ઑનલાઇન પેમેન્ટ કર્યું.
 એ પછીની ૨૦ મિનિટમાં ૮ ટ્રાન્ઝૅક્શનમાં વેપારીના ખાતામાંથી ૧૪,૪૬,૯૮૯ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ મળતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK