Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓડિશામાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને BJDના પાંચ વિધાનસભ્યોનું ક્રૉસવોટિંગ

ઓડિશામાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને BJDના પાંચ વિધાનસભ્યોનું ક્રૉસવોટિંગ

Published : 17 March, 2026 10:28 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચારમાંથી બે બેઠકો BJPને મળી, BJP સમર્થિત ઉમેદવારની પણ જીત, BJDની એક બેઠક પર જીત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઓડિશામાં રાજ્યસભાની ૪ બેઠકો માટે ચૂંટણી ભારે સ્પર્ધા અને ક્રૉસવોટિંગના આરોપો વચ્ચે પૂરી થઈ હતી. કૉન્ગ્રેસના ૩ અને બીજુ જનતા દલ (BJD)ના બે મળીને કુલ પાંચ વિધાનસભ્યોએ BJP સમર્થિત ઉમેદવાર દિલીપ રેના પક્ષમાં મતદાન કર્યું હતું. કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભક્તા ચરણ દાસે કહ્યું હતું કે રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદૌસે BJPના પક્ષમાં મતદાન કર્યું હતું. બીજી તરફ BJDના દેવી રંજન ત્રિપાઠી અને સૌવિક બિસ્વાલે પણ BJPના પક્ષમાં મતદાન કર્યું હતું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મને ખ્યાલ હતો કે BJP હૉર્સ-ટ્રેડિંગમાં સામેલ થશે. BJPના વરિષ્ઠ નેતા અને ઓડિશા BJPના પ્રમુખ મનમોહન સમાલે બેઠક જીતી લીધી હતી. પક્ષના વર્તમાન રાજ્યસભાના સંસદસભ્ય સુજિત કુમાર ફરીથી ચૂંટાયા હતા અને BJP સમર્થિત અપક્ષ ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે પણ જીત્યા હતા, જેમને BJD અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોના ક્રૉસવોટિંગનો ફાયદો મળ્યો હતો. BJDના ઉમેદવાર સંતપ્ત મિશ્રાએ પણ જીત મેળવીને રાજ્યસભામાં પાર્ટીની હાજરી જાળવી રાખી હતી.



બિહારમાં NDAએ રાજ્યસભાની તમામ પાંચ બેઠકો જીતી લીધી- ૪ વિધાનસભ્યોએ મતદાન ન કર્યું એનો BJPને ફાયદો થયો


બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો પર નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના તમામ પાંચ ઉમેદવારોએ જીત મેળવી હતી. મહાગઠબંધન એક બેઠક જીતી શક્યું હોત, પરંતુ કૉન્ગ્રેસના ત્રણ અને રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના એક વિધાનસભ્ય મતદાનમાં ગેરહાજર રહ્યા હતા જેના પરિણામે NDA પાંચમી બેઠક પર પણ જીત મેળવી શક્યું હતું. બીજા-પસંદગીના મતોની ગણતરીના આધારે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ રામે જીત મેળવી હતી.  બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને BJPના પ્રમુખ નીતિન નવીનને ચૂંટણીમાં ૪૪-૪૪ મત મળ્યા હતા. રામનાથ ઠાકુર અને ઉપેન્દ્ર કુશવાહાને ૪૨-૪૨ મત મળ્યા હતા. પાંચમી બેઠક માટે BJPના ઉમેદવાર શિવેશ રામને પહેલી પસંદગીમાં ૩૦ મત મળ્યા. જોકે શિવેશ રામે બીજી પસંદગીમાં RJDના એ. ડી. સિંહને હરાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 10:28 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK