૧૮ વર્ષ પછી પહેલી વાર BBB કૅટેગરીમાં અપગ્રેડ થયું
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ રેટિંગ S&P ગ્લોબલે ભારતીય અર્થતંત્રનાં મજબૂત ફન્ડામેન્ટલ્સના આધારે ભારતના સૉવરિન ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું છે. હવે ભારતનું ક્રેડિટ રેટિંગ ‘BBB–’થી ‘BBB’ થઈ ગયું છે. એટલે કે જ્યારે વિશ્વના ઘણા દેશો એમની અર્થવ્યવસ્થાને લઈને ચિંતામાં છે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. છેલ્લે ૨૦૦૭માં એટલે કે ૧૮ વર્ષ પહેલાં ભારતને BBB રેટિંગ મળ્યું હતું.
રેટિંગ એજન્સીએ એના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ભારત ફિસ્કલ કન્સોલિડેશનને પ્રાથમિકતા આપી રહ્યું છે એ મજબૂત અર્થવ્યવસ્થા માટેનો સંકેત છે. એનો એના ક્રેડિટ મેટ્રિક્સ પર પણ સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આવનારાં બેથી ત્રણ વર્ષ સુધી ભારતની વિકાસની ગતિ મજબૂત રહેશે. ભારતની પૉલિસી મોંઘવારીને કાબૂમાં રાખવામાં પણ સફળ રહી છે.’

