Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૫૨ અબજ ડૉલરનું ધોવાણ

મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૫૨ અબજ ડૉલરનું ધોવાણ

Published : 24 June, 2026 11:09 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૅરબજારમાં સ્પેસઍક્સના શૅરમાં ૧૬.૪ ટકાના કડાકા બાદ અફરાતફરી, ૧૬ જૂનની પીકથી કંપનીની માર્કેટવૅલ્યુ ૯૨૮ અબજ ડૉલર ઘટી

ઇલોન મસ્ક

ઇલોન મસ્ક


અમેરિકાના શૅરબજારમાં ઈલૉન મસ્કની સ્પેસઍક્સ કંપનીના શૅરમાં સોમવારે ૧૬.૪ ટકાનો મોટો કડાકો બોલાયો હતો. આ ઘટાડા સાથે શૅરની કિંમત ૧૫૫ ડૉલરની નીચે આવી ગઈ હતી, જે એના લિસ્ટિંગના પ્રથમ દિવસના બંધ ભાવ કરતાં પણ ઓછી હતી. ફૉર્બ્સના અહેવાલ મુજબ આ કડાકાને કારણે વિશ્વના સૌથી અમીર બિઝનેસમૅન ઈલૉન મસ્કની નેટવર્થમાંથી માત્ર એક જ દિવસમાં ૧૫૨ અબજ ડૉલર ધોવાઈ ગયા હતા. ૧૬ જૂને મસ્કની સંપત્તિ ૧.૪૫ ટ્રિલ્યન ડૉલરના ઑલટાઇમ હાઈ પર હતી જે ઘટીને ૧.૧ ટ્રિલ્યન ડૉલરની અંદર પહોંચી ગઈ હતી. મસ્ક કંપનીમાં આશરે ૩૮ ટકા હિસ્સો ધરાવે છે.

કંપનીના શૅરમાં આ મોટો ઘટાડો વૈશ્વિક સ્ટૉક માર્કેટ ઇન્ડેક્સ પ્રોવાઇડર MSCI દ્વારા સ્પેસઍક્સને CCC રેટિંગ આપ્યા બાદ આવ્યો હતો. સંસ્થાએ કંપનીના નબળા ગવર્નન્સ અને પર્યાવરણીય જોખમોના નબળા સંચાલનને કારણે આ સૌથી નીચું રેટિંગ આપ્યું છે. આ કડાકા સાથે કંપનીની માર્કેટવૅલ્યુ ૨.૯૯ ટ્રિલ્યન ડૉલરથી ઘટીને બે ટ્રિલ્યન ડૉલર થઈ ગઈ હતી. આ જ કારણે સ્પેસઍક્સ વિશ્વની ચોથી સૌથી મોટી કંપનીમાંથી સરકીને હવે ઍમૅઝૉન અને માઇક્રોસૉફ્ટથી પાછળ સાતમા સ્થાને આવી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 11:09 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK