Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં થયેલી હત્યાનો મુદ્દો વિપક્ષે વિધાનસભામાં ગજાવ્યો, સ્પીકરે સરકારને નિવેદન આપવાનો આદેશ આપ્યો

લોકલ ટ્રેનમાં થયેલી હત્યાનો મુદ્દો વિપક્ષે વિધાનસભામાં ગજાવ્યો, સ્પીકરે સરકારને નિવેદન આપવાનો આદેશ આપ્યો

Published : 26 June, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની લોકલ ટ્રેનમાં મંગળવારે એક યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાનો મુદ્દો ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો

મયંક લોહાર

મયંક લોહાર


મુંબઈની લોકલ ટ્રેનમાં મંગળવારે એક યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાનો મુદ્દો ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષી સભ્યો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવ્યા બાદ સ્પીકર રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને ૨૯ જૂને આ ઘટના અંગે ગૃહમાં સત્તાવાર નિવેદન આપવાનો નિર્દેશ કર્યો હતો.

કૉન્ગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે આ મામલો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલો છે. ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષા-વ્યવસ્થા પર ચર્ચા કરવાની માગણી સાથે તેમણે આ કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઈએ એવી અપીલ કરી હતી. તેમણે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થાના દાવાઓ વચ્ચે મુંબઈમાં આવી ગંભીર ઘટના બને એ અત્યંત કમનસીબ છે. સરકારે આ મામલે તાત્કાલિક તપાસ કરીને અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે એની માહિતી ગૃહને આપવી જોઈએ.’



વિધાનસભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ ગંભીર ચિંતાઓ પર પ્રતિક્રિયા આપતાં સ્પીકર રાહુલ નાર્વેકરે સ્વીકાર્યું હતું કે આ ઘટના પર સરકારનું તાત્કાલિક ધ્યાન જવું અનિવાર્ય છે અને તેમણે સરકારને આ અંગે સ્ટેટમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK