Maharashtraમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગરના સિડકો વિસ્તારમાં આવેલા એક ખાનગી ડે-કેર સેન્ટરમાં હેલ્પરે ત્રણ બાળકોને રૂમમાં લૉક કરી દીધા હતા
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
મહારાષ્ટ્રમાંથી (Maharashtra) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગરના સિડકો વિસ્તારમાં આવેલા એક ખાનગી ડે-કેર સેન્ટરમાં હેલ્પરે ત્રણ બાળકોને રૂમમાં લૉક કરી દીધા હતા. આ ઘટના 22 જૂનના રોજ બની હતી. રૂમમાં બાળકોનું ધ્યાન રાખનાર કોઈ ન હતું તે સમયે અઢી વર્ષના એક બાળકે 23 મહિનાના બીજા બાળકને ૨૫ વખત બચકાં ભર્યા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં માસૂમ બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતું જોવા મળ્યું હતું.
પરિવારને અઢી કલાક સુધી ઘટના વિષે જાણ કરવામાં આવી નહોતી
ADVERTISEMENT
પીડિત બાળકના (Maharashtra) પરિવારે જણાવ્યું કે બાળક ઘરે પાછું આવ્યું ત્યારે તે ખૂબ જ ગભરાયેલું લાગતું હતું. જ્યારે બાળકની મમ્મી તેના કપડાં ચેન્જ કરાવતી હતી ત્યારે બાળકના શરીર કરડવાના નિશાન જોઈને ચોંકી ગઈ. પરિવારે બીજા દિવસે ડે કેર સેન્ટરમાં ફરિયાદ કરી. પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી ત્યારે તેઓએ હોબાળો મચાવ્યો અને પોલીસને જાણ કરી.
પોલીસે મામલાની તપાસ શરૂ કરી
બાળકના પિતા વકીલ છે. તેમણે આરોપ લગાવ્યો કે મેનેજમેન્ટે આ ઘટનાને (Maharashtra) છુપાવવાનો પ્રયાસ કર્યો. ફરિયાદ મુજબ પરિવારને લગભગ અઢી કલાક સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ બાળકના પરિવારે CCTV ફૂટેજ માગ્યા. તેમાં આ ઘટના કેદ થયેલી જોવા મળી. પોલીસે નોંધેલી એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંસ્થાના પ્રતિનિધિઓએ બાળકના પરિવારને પોલીસનો સંપર્ક ન કરવાનું કહ્યું હતું અને દાવો કર્યો હતો કે તેમની સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.
હાલમાં ડેકેર સેન્ટરના હેલ્પરની આ બેદરકારી બદલ સેન્ટરના મેનેજમેન્ટ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ખાનગી ડે-કેર સેન્ટરના પ્રિન્સિપાલ, સીઈઓ, માલિક અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
ડે-કેર સેન્ટર બંધ કરવાનો આદેશ
પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રી ચવ્હાણે પણ (Maharashtra) આ મામલાની નોંધ લીધી છે અને જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપો સાબિત થયા પછી FIR નોંધવામાં આવી હતી. આ ઘટનાએ પ્રિસ્કુલ અને ડેકેર સેન્ટરોમાં બાળકોની સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટનાએ એ બાબતે પ્રકાશ પાડ્યો છે કે આ રીતે કોઈપણ સંજોગોમાં બાળકોને કોઇની પણ દેખરેખ વગર એકલા તો મૂકી ન શકાય. આ ઘટના બાદ છત્રપતિ સંભાજીનગરના સિડકો વિસ્તારમાં આવેલ આ ડે-કેર સેન્ટરને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે મેનેજમેન્ટ પાસે આ સેન્ટરનું કોઈ જ નોંધણી પ્રમાણપત્ર હતું નહીં. ગમે તે કહો પણ આ ઘટનાએ ડે-કેર સેન્ટરમાં નાના બાળકોની સુરક્ષા બાબતે થતી આવી ગંભીર બેદરકારી અંગે ચિંતા તો જગાવી છે.
