હાઉસિંગ સોસાયટીમાં ફ્લૅટની સાઇઝના આધારે વસૂલાતા મેઇન્ટેનન્સનો વિવાદ ઉકેલાયો, ડ્રાફ્ટ તૈયાર
પ્રતીકાત્મક તસવીર
વર્ષોથી મહારાષ્ટ્રની હાઉસિંગ સોસાયટીઓમાં મેઇન્ટેનન્સ ચાર્જનો વિવાદ સૌથી મોટો રહ્યો છે. મેઇન્ટેનન્સની ચુકવણી ફ્લૅટની સાઇઝ મુજબ થવી જોઈએ કે તમામ સભ્યો વચ્ચે સમાન રીતે વહેંચાવી જોઈએ એ મુદ્દે અનેક સોસાયટીઓમાં રહેવાસીઓ વચ્ચે મતભેદ થાય છે. આ મુદ્દાનો ઉકેલ આવે એ માટે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિયમો જાહેર થવાની અપેક્ષા છે, જેમાં કઈ શ્રેણીના મેઇન્ટેનન્સ ચાર્જ કેવી રીતે વસૂલ કરવા એની સ્પષ્ટતા હશે.
હાઉસિંગ કાયદાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નિયમો મોટા ભાગે અત્યારના મૉડલ બાય-લૉઝ (પેટાનિયમો)ને જ મજબૂત કરે છે, પરંતુ મનસ્વી અર્થઘટન અને વારંવાર થતા વિવાદોને ઘટાડવા માટે એક લીગલ ફ્રેમવર્ક પૂરું પડે છે.
ADVERTISEMENT
અત્યારે પરિસ્થિતિ શું છે
મહારાષ્ટ્રમાં ૧.૫ લાખથી વધુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે.
અનુવાદ અને ગૅઝેટ નોટિફિકેશન પ્રક્રિયા પછી નવા નિયમો આવશે.
નિયમો મોટા ભાગે મૉડલ
બાય-લૉઝમાં પહેલેથી સમાવિષ્ટ સિદ્ધાંતોની પુનઃપુષ્ટિ કરે છે.
નિયમ 106C પછીનું એક સમર્પિત પ્રકરણ મેઇન્ટેનન્સની ગણતરીઓ સમજાવે છે.
શા માટે નિયમમાં ફેરફારની જરૂર છે?
પ્રમાણમાં મોટા ફ્લૅટ્સને બિલ્ડિંગના સ્ટ્રક્ચરમાં વધુ હિસ્સો મળે છે એટલે તેમના પર મેઇન્ટેનન્સનો બોજ પણ વધુ લદાય છે.
આ ખર્ચ કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા અથવા
પ્રૉપર્ટીના મૂલ્ય સાથે જોડાયેલા રહેશે
ઇન્શ્યૉરન્સ ચાર્જ
લીઝ રેન્ટ
નૉન-ઍગ્રિકલ્ચરલ ટૅક્સ
રિપેર ફન્ડ
સિન્કિંગ ફન્ડ
ધ ગોલ્ડન રૂલ
જ્યાં લાભ સમાન રીતે મળતા હોય ત્યાં સમાન હક મળવા જોઈએ.
જ્યાં જવાબદારીનું પ્રમાણ અસમાન હોય ત્યાં લાભની વહેંચણી પણ એ મુજબ હોવી જોઈએ.
ઉદાહરણ
૫૦૦ ચોરસફુટના ફ્લૅટનો માલિક અને ૧૫૦૦ ચોરસફુટનો ફ્લૅટના માલિક સમાન સર્વિસ ચાર્જ ચૂકવશે કારણ કે બન્ને સમાન સર્વિસિસ મેળવે છે.
આ નિયમો ક્યારે અમલમાં આવશે?
ઍડ્વોકેટ શ્રીપ્રસાદ પરબે કહ્યું હતું કે ‘જોગવાઈઓનું ઇંગ્લિશ વર્ઝન મંજૂર થઈ ગયું છે. મરાઠી અનુવાદની કામગીરી ચાલુ છે. એક વાર ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે પછી આ નિયમો અમલમાં આવશે.’
આ ખર્ચાઓ ફ્લૅટના કદને ધ્યાનમાં લીધા વિના તમામ
ફ્લૅટ વચ્ચે સમાન રીતે વિભાજિત થવા જોઈએ
સર્વિસ-ચાર્જ
સ્ટાફનો પગાર
ઑડિટ ફી
કાનૂની ખર્ચ
સ્ટેશનરી અને વહીવટી ખર્ચ
કૉમન લાઇટ બિલ
મીટિંગના ખર્ચ
મેમ્બરશિપ સબસ્ક્રિપ્શન
લિફ્ટ ચાર્જ
બિલ્ડિંગના તમામ ફ્લૅટ દ્વારા સમાન ફાળો
એજ્યુકેશન ફન્ડ
ઇલેક્શન ફન્ડ
ગાર્ડન અને પ્લેગ્રાઉન્ડ મેઇન્ટેનન્સ
જો કોઈ રહેવાસી લિફ્ટનો ઉપયોગ ન કરતો હોય તો પણ ચૂકવવાપાત્ર રહેશે
અન્ય મુખ્ય જોગવાઈઓ
નૉન-ઑક્યુપન્સી ચાર્જ સર્વિસ ચાર્જના મહત્તમ ૧૦ ટકા સુધી મર્યાદિત રહેશે.
લિફ્ટનો ખર્ચ સમાન રીતે વહેંચવામાં આવશે.
મેજર રિપેર ફન્ડ પ્રમાણસર (પ્રો-રેટા) ધોરણે એકત્રિત કરવામાં આવશે.
એજ્યુકેશન અને ઇલેક્શન ફન્ડ સમાન રીતે વહેંચવામાં આવશે.
ગાર્ડન અને ઍમિનિટીઝના મેઇન્ટેનન્સ ખર્ચ સમાન રીતે વહેંચવામાં આવશે.
અન્ય ચાર્જિસ
વૉટર ચાર્જ વૉટર ઇનલેટ્સની સંખ્યા અને પાણીના કનેક્શનની સાઇઝ પર આધારિત રહેશે.
પાર્કિંગ ચાર્જ સોસાયટીની જનરલ બૉડી દ્વારા નક્કી કરવાનો રહેશે.
પેમેન્ટમાં મોડું થાય ત્યારે વસૂલાતું વ્યાજ વાર્ષિક ૧૨ ટકા સાદા વ્યાજના નિયમ મુજબ વસૂલી શકાય જે માત્ર ડિફૉલ્ટર સભ્યોને જ લાગુ પડે છે
- વિનોદકુમાર મેનન
