ગુજરાતની ખાદ્યસંસ્કૃતિના નકશા પર જો કોઈ શહેર પોતાના વૈવિધ્યભર્યા અને વિરાટ સ્વાદવિશ્વ માટે ઓળખાય છે, તો એ છે, સુરત. અહીં લોચો, ખમણ, ભજીયા જેવી ચટપટી વાનગીઓથી લઈને રાત્રિના ૧૨ વાગ્યા પછી પણ ધમધમતા ફૂડ સ્ટોલ્સ, કેફે અને રેસ્ટોરન્ટ સુધી, શહેરના દરેક ખૂણે કંઇક નવું અને ખાસ માણવા મળે છે. ખાસ કરીને સુરતના ખાણી પીણીના વૈભવની વાત કરું તો ગુજરાતમાં સ્ટ્રીટ ફુડની સૌથી વધુ અનોખી વેરાયટી સુરતમાં મળતી હશે. અહીંનું સ્ટ્રીટ ફુડ નેટવર્ક એટલું વિશાળ છે કે કદાચ તે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી કરતાં વધુ ટર્નઓવર હાંસલ કરતું હશે. અનેક ઉદાહરણો જોવા મળે છે કે લોકોએ સામાન્ય ખુમચાથી શરૂઆત કરી, પછી લારી સુધી પહોંચ્યા, લારીમાંથી સ્ટોલ, સ્ટોલમાંથી દુકાન અને બાદમાં દુકાનોની અનેક શાખાઓ ગામથી શહેર સુધી ફેલાવી દીધી. એટલે જ સ્ટ્રીટ ફુડની વાત આવે ત્યારે સુરતનો જોટો ક્યાય ના જડે. હું સુરત અનેક વખત ગઈ છું અને દર સફરમાં મને નવી વાનગી અને નવી જગ્યાનો અનુભવ થયો છે. તાજેતરમાં મેં સુરતની એક સૌથી જૂની અને લોકપ્રિય ગણગોર રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
22 August, 2025 05:01 IST | Gujarati Mid-day Online Correspondentસુરતની શાન છે તેની તાપી નદી અને સમુદ્દ. સમુદ્ર કિનારે ડુમસ બીચ છે. ત્યાંનો નયનરમ્ય નજારો જોવા લાયક હોય છે. પણ આપણે તો ભોજનના શોખીન એટલે જ્યાં ફરવા જઇએ ત્યાં સ્થાનિક સ્તરે પ્રસિધ્ધ, સ્વાદિષ્ટ, લોકપ્રિય વાનગીઓ તો ખાવી જ પડે. ત્યાં આવી વાનગીઓની જયાફત ના માણીએ તો પ્રવાસ અધુરો ગણાય અને ઘણી વખત તો આવી ટેસ્ટી વાનગીઓ ખાવા માટે જ ફરવા જવા માટે એક આકર્ષણ રહે છે. વળી સુરતનો ડુમસ બીચ અને તેના રસ્તે મળતા ભજીયા તો વિશ્વભરમાં ડંકો વગાડે છે. ત્યારે ચાલો આજે આપણે ડુમસ બીચ તરફ દોરી જતા રસ્તે આવેલા સાંઇ ભજીયા સેન્ટરની વાત કરીશું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
05 July, 2025 06:13 IST | Gujarati Mid-day Online Correspondentભીંડીબજારમાં આવેલા આ પાર્લરમાં ગણતાં-ગણતાં થાકી જવાય એટલી વરાઇટીની આઇસક્રીમ મળે છે
22 June, 2025 07:09 IST | Darshini Vashiઆપણે જાણીએ જ છીએ કે ગુજરાતી ભાષામાં "લોચા" શબ્દનો સામાન્ય અર્થ થાય છે, કોઈ ગડબડ કે અણધારી સ્થિતિ. જ્યારે કોઈ કામ ઉંધું પડી જાય કે પછી જે કરવા જતા હોય તેને બદલે કંઈક બીજું થઇ જાય, અને અનિચ્છિત પરિસ્થિતિ સર્જાય, ત્યારે આપણે કહીએ છીએ કે "લોચો પડી ગયો છે". પરંતુ આપણી ગુજરાતી ભાષામાં શબ્દોની જે મજા છે તે એક વાનગી તરીકે પણ બહુ ફેમસ છે. લોચો શબ્દ બોલવામાં જેટલી મજા છે તેટલી જ આરોગવામાં પણ છે. લોચો તો તમને ખબર જ છે કે સેમી-ખમણ, એટલે કે ખમણ બરાબર બફાઇ જાય તે પહેલાનું કાચું પાકું બાફેલું ખીચા જેવું સ્વરૂપ. તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે હું સુરતી લોચાની વાત કરવાની છું. હા પણ પછી બીજી એક ખાસ વાત કહું. આ વાત હું, તમે અને ગામ ત્રણ જ જણ જાણીએ હોં.....!! જેમ લોચા શબ્દ ઉપરથી વાનગી ઓળખાય છે તેવી જ રીતે ગુજરાતી શબ્દ "ગોટાળા" ઉપરથી પણ અનેક વાનગીઓ છે. વિશ્વ પ્રખ્યાત ફુડ ચોક એટલે કે અમદાવાદના માણેકચોકમાં ગોટાળા ઢોસા બને છે. ગોટાળો નામનો આઇસ્ક્રીમ પણ બને છે. સુરતમાં કેટલીક ઈંડાની વાનગીઓને પણ ગોટાળો કહેવામાં આવે છે. આમ "લોચો" અને "ગોટાળો" શબ્દો તો મજાના ખરા જ અને તેમના ઉપરથી બનેલી વાનગીઓ પણ મોજે-મોજ કરાવે. ઓહો.. બહુ વાતો થઇ ગઇ હાલો હવે મૂળ વાત ઉપર આવીએ બાકી બધા કહેશે કે આ પૂજી તો શોલેની બસંતીની જેમ અટકવાનું નામ જ નથી લેતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
06 June, 2025 12:36 IST | Gujarati Mid-day Online Correspondentરેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 2:18 વાગ્યે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના અમલનેર સ્ટેશન નજીક જળગાંવથી સુરત જઈ રહેલી માલગાડીના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. (તસવીરો: મિડ-ડે પ્રતિનિધિ)
16 May, 2025 07:03 IST | Gujarati Mid-day Online Correspondentગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે—ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે તેની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકી, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થયો—એવો કે ફરી ફરીને ખાવાનું મન થાય. એક કલાક સુધી તો પાણી પીવાનું પણ મન ન થયું—એટલો એનો સ્વાદ દાઢે રહી ગયો. આ મીઠાઈ સ્વાદમાં ગળી જાય છે પણ અતિશય મીઠી નથી લાગતી. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત સાથે આ મીઠાઈએ મને યાદગાર અને ‘એક નંબર’ના સ્વાદનો અનુભવ કરાવ્યો. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
10 May, 2025 06:27 IST | Gujarati Mid-day Online Correspondentહરગોવિંદભાઈ અને હીરાબહેનનાં આંગણિયે જન્મેલા સુરતનાં કવિ ભગવતીકુમાર શર્માને કોણ ન ઓળખે? સાહિત્યક્ષેત્ર સિવાય તેઓનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા આ કવિની અનેક રચનાઓમાં હરિ પ્રત્યેની પ્રીતિની પ્રતીતિ થાય છે. અનેક કવિતાઓ સાથે તેમની પાસેથી ‘ઉધ્વમૂલ’ તેમ જ ‘અસૂર્યલોક’જેવી નવલકથાઓ પણ મળે છે. પ્રૂફરીડરથી પત્રકાર અને એ પછી તો અનેક મુકામો શબ્દની આરાધના થકી મેળવ્યા હતા. આજે કવિવારમાં તેમની જ સદાબહાર રચનાઓ માણીશું ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
16 July, 2024 10:30 IST | Dharmik Parmarવિદ્યાર્થીઓમાં કાયદાઓ અંગે જાગરૂકતા આવે તે મ જ તેઑ આદર્શ નાગરિક તરીકે પોતાના પંથે પ્રયાણ કરી શકે એ હેતુસર સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાત દિવસના સમર કેમ્પનું આયોજન પાર પડ્યું. જેમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જે.બી ડાયમંડ સ્કૂલ ખાતે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ કેમ્પમાં સુરત શહેર પોલીસ સહિત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા પણ ઉપસ્થી રહ્યા હતા. જુઓ આ કેમ્પની કેટલીક તસવીરો
15 June, 2024 01:00 IST | Dharmik ParmarADVERTISEMENT