Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

Published : 17 May, 2026 03:24 PM | IST | Mumbai
Hiten Anandpara

મતદારયાદી માટે નામ-સરનામાની ચોકસાઈ કરવાની જે કવાયત વિવિધ રાજ્યોમાં કરવામાં આવી એને કારણે લાખો લોકોનાં નામ કમી થયાં. આ કારણે બંગાળમાં ચૂંટણી વખતે મતદાનમાં જે ગફલો કરવામાં આવતો હતો એ કાબૂમાં રહ્યો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


જા જા, તારા વગર હું જીવી લઈશ’ એવું મોટા ઉપાડે પ્રિયજનને લઈને કહી તો શકાય, પણ ખરેખર જીવી નથી શકાતું. અનબન થાય ત્યારે અજાણતાં ન બોલવાનાં વેણ સરી પડે અને એની દૂરગામી અસર સંબધ પર પડતી રહે. ઘરમાં રાજકારણ નહીં હૃદયકારણ ચાલે એ હિતાવહ છે. રતિલાલ સોલંકીની પંક્તિઓ આ બન્ને વિભાવનાને સાંકળે છે...

સંબંધ જો કારણ વગર ચર્ચાય તો
કારણ વગર અગ્નિપરીક્ષા થાય તો



આખા જગત સામે લડ્યો જેના લીધે
ને સામા પક્ષમાં થઈ જાય તો


છેલ્લા એક મહિનામાં રાજકારણમાં ચાલેલી ગતિવિધિઓએ ઉનાળાના ઉકળાટમાં ઉમેરો કર્યો. હવે એની ધમાલ થાળે પડી છે ત્યાં પેટ્રોલ-ડીઝલને કારણે અર્થતંત્ર ખોરવાઈ શકે એવા સંકેતોએ ગભરાટ ફેલાવ્યો છે. ફુગાવો ઘણા વખતથી લાગ જોઈને બેઠેલો એ હવે ફૂંફાડા મારવા તત્પર થયો છે. વડા પ્રધાને વિદેશપ્રવાસ ઓછો કરવાની અને સોનું ન ખરીદવાની હાકલ કરી છે જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય. નરસિંહ મહેતાની હૂંડી પૂરી કરવા શામળિયો આવેલો એવી કોઈ આશા આપણે રાખી શકીએ નહીં. દરેક દેશે જાતે જ કઠોર આર્થિક પગલાં ઉઠાવવાં પડશે. અન્યથા સૉલિડ મહેતા કહે છે એવા ઘા પડવાની શક્યતા છે...

એષણાને અંત કે આરંભ ક્યાં છે?
ધૂપ સાથે છાંવ લઈને ક્યાં જશે તું?


છે હયાતી નામ-સરનામા વગરની
સાવ છાના ઘાવ લઈને ક્યાં જશે તું?

મતદારયાદી માટે નામ-સરનામાની ચોકસાઈ કરવાની જે કવાયત વિવિધ રાજ્યોમાં કરવામાં આવી એને કારણે લાખો લોકોનાં નામ કમી થયાં. આ કારણે બંગાળમાં ચૂંટણી વખતે મતદાનમાં જે ગફલો કરવામાં આવતો હતો એ કાબૂમાં રહ્યો. ચૂંટણી પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે થાય એ લોકશાહી માટે ઉપકારક છે. ટેક્નૉલૉજીનો વધતો ઉપયોગ આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહ્યો છે. જે રાજકારણીઓ હજી પણ બૅલટ પેપરથી મતદાન કરાવવા બૂમબરાડા પાડે છે તેમને હસમુખ ગાંધીની ભાષામાં ચોક્કસ જગ્યાએ લાત મારીને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ. અઢારમી સદીની માનસિકતા આપણને એકવીસમી સદીમાં ભારે પડી જાય. રાજ લખતરવી શું ભારે પડે છે એ દર્શાવે છે...

કદી બોજ લાગ્યો બીજાનો વધારે
કદી આપણી જાત ભારે પડી છે

ઉઠાવી શકતો નથી બોજ એનો
તમારા વગર રાત ભારે પડી છે

આપણી પ્રગતિ જો ન થાય તો એમાં બીજાને દોષ દેવાને બદલે સ્વ-મૂલ્યાંકન કરવું જોઈએ. આવડત ઓછી પડી કે કોઈ આદત નડી? પુરુષાર્થ ઓછો પડ્યો કે ગણતરીઓ ખોટી પડી? ઘણી વાર કુનેહ હોવા છતાં અવળો સ્વભાવ ભારે પડી જાય. આવું થાય ત્યારે દિશા ભટકી ગયાનો અનુભવ થાય, જે શ્યામ સાધુની પંક્તિઓમાં વર્તાય છે...

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી
રસ્તે હું કારણે પથ્થર બની ગયો

પથ્થર ક્યાં મુકાય છે એના આધારે એનું મહત્ત્વ નક્કી થાય છે. હજારો વર્ષ જૂનાં મંદિરો મજબૂત પથ્થરોને કારણે ટકી શક્યાં છે. હેરિટેજ કક્ષામાં આવતી ઘણીબધી ઇમારતો પથ્થરની બનેલી હોય છે. મંદિરમાં બિરાજતા પથ્થરને ભગવાનનું બિરુદ મળે છે. ટૂંકમાં, જડ હોવા છતાં કલા પથ્થરને શિલ્પ બનાવે છે, શ્રદ્ધા એને પૂજનીય બનાવે છે. જો જીવનમાંથી કલાની બાદબાકી થઈ જાય તો જીવનને શુષ્ક બનતાં વાર લાગતી નથી. જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’ પ્રિયજનના સંદર્ભે લખે છે...

શુષ્ક લાગે નગર તારા વગર
ઠોકરો મારે ડગર તારા વગર

આજ હું સુરદાસ જેવો છું ખરે
થાય ના પૂરી સફર તારા વગર

એકમેકના સંગાથે જીવવાની મજા હોય છે. ડગલે ને પગલે કશું શીખવાનું હોય અને એને જીવનમાં ઉતારવાનું હોય. અશોક જાની ‘આનંદ’ કહે છે એમ આપણે પણ કશુંક સમજીએ, શીખીએ અને સ્વીકારીએ...

નિરુદ્દેશે મને અહીંતહીં રખડતાં આવડી ગ્યું છે
જુઓ કેવું મને ખુદનેય મળતાં આવડી ગ્યું છે

ઘણો કાદવકીચડ ભેગો કર્યો મનની કોઠીમાં
હવે પાણી વગર મનને વીછળતાં આવડી ગ્યું છે

લાસ્ટ લાઇન

માંડવે આકર્ષણો મૂક્યાં વગર
લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર

રીતે જીવ પણ? ચાલ્યો જશેબલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

ઉપરછલ્લી ખરાબી શું કરું?
જાય છે જે આંગળી ચીંધ્યા વગર

આપણા સંબંધનો અંત છેતોરણો કરમાય છે તૂટ્યા વગર

પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે
માણસો મૂંઝાય છે ખુલ્યા વગર

- કુણાલ શાહ

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 03:24 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK