આ શ્રેણી લાગુ પડવાથી આ ચીજો આયાત કરવા માટે સરકારી લાઇસન્સની જરૂર પડે છે.
પ્રતીકાત્મક તસવીર
ચાંદીની આયાત પર લગામ તાણવા માટે સરકારે ગઈ કાલે મોટો નિર્ણય લીધો હતો. સરકારે ચાંદીની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ શ્રેણી લાગુ પડવાથી આ ચીજો આયાત કરવા માટે સરકારી લાઇસન્સની જરૂર પડે છે.
અત્યાર સુધી ચાંદીની આયાત ફ્રી શ્રેણીમાં હતી, પરંતુ સરકારે આ પગલું દેશમાં વધી રહેલી ચાંદીની આયાત પર નિયંત્રણ લાવીને કીમતી ધાતુઓની આયાત પર કડક જાપ્તો રાખવાના હેતુથી લીધું છે. સરકારે ૧૩ મેએ કીમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટડ્યુટી છ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી. આ સાથે સરકારે સોનાની ઇમ્પોર્ટ પર ૧૦૦ કિલોની મર્યાદા નક્કી કરી છે. જો કોઈ વ્યક્તિ પહેલી વાર લાઇસન્સ માટેની અરજી કરશે તો તેના પ્રોડક્શન યુનિટનું ફિઝિકલ નિરીક્ષણ કરવામાં આવશે. આ યુનિટનું અસ્તિત્વ, એની ક્ષમતા અને એની રનિંગ કન્ડિશન જોયા પછી જ સોનાની ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ મળશે.
