હાલમાં આ ફિલ્મની રિલીઝ-ડેટ આગળ ધપાવવામાં આવી છે. હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની જાહેરાત મેકર્સ ટૂંક સમયમાં કરશે.
ટૉક્સિક
સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ હાલમાં સતત ચર્ચામાં છે. હવે આ ફિલ્મની ઍક્ટ્રેસ તારા સુતરિયાએ ફિલ્મ સાથે સંકળાયેલો મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તારા હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી છે, જ્યાં તેણે ‘ટૉક્સિક’ વિશે કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી અને કહ્યું હતું કે ‘ટૉક્સિક’માં દર્શકોને ‘ધી ઍવેન્જર્સ’ જેવી ઝલક જોવા મળી શકે છે. તારાએ કહ્યું કે ફિલ્મમાં એવી પાવરફુલ મોમેન્ટ હશે જ્યાં તમામ મહિલા પાત્રો એકસાથે જોવા મળશે. જોકે યશની ‘ટૉક્સિક’ માટે ફૅન્સને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. હાલમાં આ ફિલ્મની રિલીઝ-ડેટ આગળ ધપાવવામાં આવી છે. હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની જાહેરાત મેકર્સ ટૂંક સમયમાં કરશે.
