Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈ કઈ રીતે બની શકે સેફ, ગ્રીન અને ગ્લોબલ લેવલનું બેસ્ટ સિટી?

મુંબઈ કઈ રીતે બની શકે સેફ, ગ્રીન અને ગ્લોબલ લેવલનું બેસ્ટ સિટી?

Published : 16 March, 2026 12:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જર્જરિત બિલ્ડિંગ્સ, નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન સ્પેસનો અભાવ અને વારંવાર આવતાં પૂર જેવી સમસ્યાઓ હવે એક નવા અને વિઝનરી અપ્રોચની માગ કરે છે

લૉની ડિગ્રી ધરાવતા અને ૪૨ વર્ષથી આર્કિટેક્ટ તરીકે સક્રિય તેમ જ અગ્રણી ડેવલપર્સ સાથે કામ કરી ચૂકેલા મનોજ દહિસરિયા મુંબઈના એક પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ આર્કિટેક્ટ છે જેઓ રીડેવલપમેન્ટ તથા અર્બન પ્લાનિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.

What’s On My Mind?

લૉની ડિગ્રી ધરાવતા અને ૪૨ વર્ષથી આર્કિટેક્ટ તરીકે સક્રિય તેમ જ અગ્રણી ડેવલપર્સ સાથે કામ કરી ચૂકેલા મનોજ દહિસરિયા મુંબઈના એક પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ આર્કિટેક્ટ છે જેઓ રીડેવલપમેન્ટ તથા અર્બન પ્લાનિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.


મુંબઈ આજે એના શહેરી વિકાસના એક અત્યંત નિર્ણાયક તબક્કે આવીને ઊભું છે. આ શહેરના નિર્માણમાં જેમનું જીવન સમર્પિત રહ્યું છે એવા આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ અને જાગૃત નાગરિકો માટે હવે એ સ્વીકારવાનો સમય છે કે આ મહાનગરનું ભવિષ્ય આજે તેમના થકી લેવામાં આવનારા સચોટ નિર્ણયો પર ટકેલું છે.

દાયકાઓથી મુંબઈ કોઈ પ્રૉપર પ્લાનિંગ કરતાં પણ પોતાના રેઝિલિયન્સ એટલે કે લડાયક જુસ્સાના જોરે ચાલતું આવ્યું છે. મુંબઈના આ જુસ્સાએ આપણને અત્યાર સુધી સંભાળ્યા છે પણ હવે પડકારો બદલાયા છે. જર્જરિત બિલ્ડિંગ્સ, નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન સ્પેસનો અભાવ અને વારંવાર આવતાં પૂર જેવી સમસ્યાઓ હવે એક નવા અને વિઝનરી અપ્રોચની માગ કરે છે.



સૌથી પહેલાં, જૂનાં અને જોખમી બિલ્ડિંગ્સનું રીડેવલપમેન્ટ માત્ર રિયલ એસ્ટેટનો બિઝનેસ નથી પણ પબ્લિક સેફ્ટીનું મિશન હોવું જોઈએ. હજારો ફૅમિલી આજે પણ એવી જગ્યાએ રહે છે જેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. આ જ કારણ છે કે સમય આવી ગયો છે કે રીડેવલપમેન્ટની પ્રોસેસ ફાસ્ટ, ટ્રાન્સપરન્ટ અને ત્યાં રહેતા લોકોના હિતમાં હોવી જોઈએ.


બીજું, આપણું અર્બન-પ્લાનિંગ હવે છૂટાછવાયા પ્લૉટ્સના બદલે આખા વિસ્તારના વિકાસ પર ફોકસ્ડ હોવું જોઈએ. જ્યારે કોઈ નવું બિલ્ડિંગ બને ત્યારે એની સાથે ત્યાંના રસ્તા, ડ્રેનેજ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી પણ અપગ્રેડ થવાં જોઈએ. જો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં હોય તો માત્ર ઊંચાં બિલ્ડિંગ બનાવવાથી શહેરનો ગ્રોથ અટકી જશે.

ત્રીજું, મુંબઈને શ્વાસ લેવા માટે બ્રીધિંગ સ્પેસિસની ખાસ જરૂર છે. પાર્ક્સ, ગાર્ડન્સ અને લોકો ચાલી શકે એવા પેડેસ્ટ્રિયન-ફ્રેન્ડ્લી એરિયા આપણા પ્લાનિંગના સેન્ટરમાં હોવા જોઈએ. જે શહેર પબ્લિક સ્પેસની કદર નથી કરતું એ અંતે નાગરિકોની સુખાકારી ગુમાવી બેસે છે.


ચોથું, સસ્ટેનેબિલિટી અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની તૈયારી હવે લક્ઝરી નહીં, જરૂરિયાત છે. વધતો વરસાદ અને ગરમી જોતાં ગ્રીન કન્સ્ટ્રક્શન અને વૉટર-મૅનેજમેન્ટ દરેક નવા પ્રોજેક્ટમાં ફરજિયાત હોવાં જોઈએ. આપણે હવે પર્યાવરણને નુકસાન કરીને નહીં પણ એને સાથે રાખીને આગળ વધવું પડશે.

પાંચમા નંબરે આર્કિટેક્ચરલ વારસો સાચવવો એ આપણી જવાબદારી છે. મુંબઈની અસલ ઓળખ એની જૂની ગલીઓ અને ઐતિહાસિક સ્થાપત્યોમાં છે. નવો વિકાસ આ વિરાસતને ભૂંસી નાખવાને બદલે એને સપોર્ટ કરે એવો હોવો જોઈએ.

છેલ્લે એટલું જ કહીશ કે મુંબઈનું ટ્રાન્સફૉર્મેશન કોઈ એક વ્યક્તિ કે સરકારનું કામ નથી પણ આપણી સામૂહિક જવાબદારી છે. ગવર્નમેન્ટ ઑથોરિટી, પ્રોફેશનલ્સ, ડેવલપર્સ અને નાગરિકોએ સાથે મળીને એક એવા વિઝન પર કામ કરવું પડશે જે શૉર્ટ-ટર્મ ફાયદાને બદલે શહેરની લૉન્ગ-ટર્મ હેલ્થને મહત્ત્વ આપે.

મુંબઈએ હંમેશાં મુશ્કેલીઓમાંથી નવો રસ્તો કાઢ્યો છે. જો આપણે દીર્ઘદૃષ્ટિ અને ઈમાનદારીથી કામ કરીશું તો આવનારા સમયમાં મુંબઈ એક સેફ, ગ્રીન અને ગ્લોબલ લેવલનું બેસ્ટ સિટી બની શકે છે. સવાલ એ નથી કે મુંબઈનો ગ્રોથ થશે કે નહીં, સવાલ એ છે કે આપણે એ ગ્રોથને કેટલી સમજદારીથી આકાર આપીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK