Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ દુનિયામાં આવીને આપણે કરવાનાં છે બે કામ: પહેલું જનસેવા ને બીજું, લેવું પ્રભુનું નામ

આ દુનિયામાં આવીને આપણે કરવાનાં છે બે કામ: પહેલું જનસેવા ને બીજું, લેવું પ્રભુનું નામ

Published : 20 February, 2026 01:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સેવાને અમે સુયોગ સેવા નામ આપ્યું છે

દીપ્તિ બુચ છેલ્લાં ૨૭ વર્ષથી કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની જુનિયર કૉલેજમાં ગુજરાતી શિક્ષિકા અને મહારાષ્ટ્ર બોર્ડનાં ચીફ મૉડરેટર છે.

What’s On My Mind?

દીપ્તિ બુચ છેલ્લાં ૨૭ વર્ષથી કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની જુનિયર કૉલેજમાં ગુજરાતી શિક્ષિકા અને મહારાષ્ટ્ર બોર્ડનાં ચીફ મૉડરેટર છે.


સમાજમાં રહીને એ લોકો જે આપણને ઘણું આપે છે જેમ કે રિક્ષાચાલકો, સફાઈ-કર્મચારી, વૉચમેન, શાકભાજી વેચનાર વગેરે આ બધાને આપણી આવકમાંથી કંઈક આપીએ અને ઋણ ચૂકવીએ એ સેવા છે આમ વિચારી ત્રણ વર્ષ પહેલાં કાંદિવલીમાં સાંઈ મંદિર પાસે મારી દીકરી પલકના જન્મદિને પ્રથમ નોરતે મેં ૫૦ ડિશ પૌંઆ અને ચાનું વિતરણ કર્યું. બસ, ત્યારથી હવે દર રવિવારે આ ક્રમ ચાલે છે. મારા પરિવાર સાથે વિદ્યાર્થીઓ જોડાય છે. સોશ્યલ મીડિયામાં આનો પ્રચાર નહીં એ મારી શરત અને અનુદાન અમે માગતા નથી. તેમ છતાં અમારી આ જનસેવામાં ઘણા લોકો જોડાય છે. આ સેવાને અમે સુયોગ સેવા નામ આપ્યું છે. ખાસ મારા વિદ્યાર્થીઓ ખૂબ સહકાર આપે છે. ચાર વર્ષ બાદ પહેલી વખત ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી અને એ પણ પ્રચાર માટે નહીં, બાકી લોકો પણ આ રીતે જનસેવા કરે એ માટે. મારા જ નહીં, ઘણા પરિવારમાંથી હવે જન્મદિન, પુણ્યતિથિ, લગ્નતિથિ આ જ રીતે ઊજવાય છે. મારું ધ્યેય સેવા થાય એટલી કરવી છે. બસ એક શિક્ષક તરીકે એ જ શીખવવું છે, એ જ ઇચ્છા છે. જેન-ઝી સંવેદનાહીન નથી, માત્ર એ લોકોને આપણે માર્ગદર્શન આપવું પડે છે. આ કાર્યક્ષેત્ર વિકસે અને ખૂણે-ખૂણે સહાય પહોંચે એ માટે વિદ્યાર્થીઓનો કાફલો મોટો બની રહ્યો છે. માનવીય મૂલ્યો પણ સાચવવા પ્રયત્ન કરવો એ સાચું ગણતર છે. પ્રાર્થના અને પરોપકાર, સેવા અને સહાયને સદા સાચવીને જીવવું એ જ ઉદ્દેશ છે. મારા માટે આ માત્ર એક ઍક્ટિવિટી નથી પણ એક ઇમોશન છે. લોકો સ્ક્રીન પર વ્યસ્ત છે ત્યારે મારા આ વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરીને વાસ્તવિક દુનિયાની મુશ્કેલીઓને સમજી રહ્યા છે. મારે તો એવા સંવેદનશીલ માણસો ઘડવા છે જે ગમેતેટલા સક્સેસફુલ થાય પણ પોતાની આસપાસના લોકોની તકલીફ જોઈને અટકી શકે. આ જ તો સાચું લાઇફ-લેસન છે. ભણતરનાં સર્ટિફિકેટ્સ તો કદાચ કબાટમાં રહી જશે, પણ આ સેવાની સુગંધ તેમના વ્યક્તિત્વમાં હંમેશાં જીવતી રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK