Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેલ્થ ચેકઅપ પછી ખાસ ઔષધવાળો દારૂ મળશે આ બારમાં

હેલ્થ ચેકઅપ પછી ખાસ ઔષધવાળો દારૂ મળશે આ બારમાં

Published : 20 February, 2026 02:56 PM | IST | Shanghai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના શાંઘાઈમાં નિયાંગ કિંગ નામનો એક બાર ખૂલ્યો છે. અહીં દારૂ લેતાં પહેલાં તમારે હેલ્થ ચેકઅપ કરાવવાનું રહે છે. ડૉક્ટર તમારી પલ્સ ચેક કરે છે અને પછી તમારા શરીરને જરૂરી હોય એવું હેલ્થ-કૉકટેલ તૈયાર કરીને આપે છે.

હેલ્થ ચેકઅપ પછી ખાસ ઔષધવાળો દારૂ મળશે આ બારમાં

હેલ્થ ચેકઅપ પછી ખાસ ઔષધવાળો દારૂ મળશે આ બારમાં


ચીનના શાંઘાઈમાં નિયાંગ કિંગ નામનો એક બાર ખૂલ્યો છે. અહીં દારૂ લેતાં પહેલાં તમારે હેલ્થ ચેકઅપ કરાવવાનું રહે છે. ડૉક્ટર તમારી પલ્સ ચેક કરે છે અને પછી તમારા શરીરને જરૂરી હોય એવું હેલ્થ-કૉકટેલ તૈયાર કરીને આપે છે. યસ, આ દારૂવાળું પીણું પણ હેલ્થને ધ્યાનમાં રાખીને અપાતું હોવાનો દાવો થઈ રહ્યો છે. ચીની યુવાનોમાં આ પ્રકારના પીણાને પન્ક વેલનેસ ટ્રેન્ડ તરીકે સ્વીકારાયો છે. પન્ક વેલનેસમાં આજની ખરાબ આદતોની સાથે-સાથે સારી અને સેહતમંદ ચીજોનું સેવન કરવાનો ટ્રેન્ડ છે. મલતબ કે મોડી રાત સુધી જાગીને જન્ક-ફૂડ ખાવાના અને પીવાના શોખીનો આ આદતને કારણે શરીરને ભરપૂર નુકસાન પહોંચાડે છે. જોકે એની સાથે સેહત સુધારવા માટે આયુર્વેદિક કે પરંપરાગત ચાઇનીઝ કે યુનાની દવાઓનો સહારો લેવામાં આવે એ પન્ક વેલનેસનો મહત્ત્વનો ભાગ છે. બારમાં ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન એક્સપર્ટ હોય છે. તે તમારી જીભ, આંખો અને નાડી જોઈને તમારા શરીરમાં શાની કમી છે, શું સમસ્યા છે અથવા તો થઈ શકે એમ છે એ નક્કી કરીને એ મુજબ ચોક્કસ જડીબુટ્ટીઓને દારૂમાં નાખીને ‘હેલ્ધી કૉકટેલ’ તૈયાર કરી આપે છે. લોકોનું માનવું છે કે મોજમજા કરવાની સાથે આવાં ડ્રિન્ક્સથી શરીરને થનારું નુકસાન ઘટાડી શકાય છે અને એ બહાને મેડિકલ ચેકઅપ પણ થઈ જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 02:56 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK