આવકારદાયક વાત એ છે કે એક્ઝામ સેન્ટર ધરાવતી કૉલેજના અધિકારીઓએ એક ખાસ ‘માતૃ-સ્નેહ કક્ષ’ ઊભો કરીને મમ્મી અને બાળક બન્નેની સગવડ સાચવી લીધી હતી
૨૧ વર્ષની શીતલ ચિત્તે ડિલિવરીના બે જ દિવસ પછી અંગ્રેજીની એક્ઝામ આપવા પણ ગઈ હતી
શિક્ષણના મહત્ત્વને સમજાવવા માટે દાખલો પૂરો પાડ્યો નાંદેડની ૧૦ દિવસ અગાઉ મમ્મી બનેલી મહિલાએ. હજી તો ડિલિવરીની પીડામાંથી બહાર પણ નહોતી આવી અને ૧૦ દિવસના બાળકને લઈને બારમીની પરીક્ષા આપવા માટે સેન્ટર પર પહોંચી ગઈ હતી ૨૧ વર્ષની શીતલ ચિત્તે. આવકારદાયક વાત એ છે કે એક્ઝામ સેન્ટર ધરાવતી કૉલેજના અધિકારીઓએ એક ખાસ ‘માતૃ-સ્નેહ કક્ષ’ ઊભો કરીને મમ્મી અને બાળક બન્નેની સગવડ સાચવી લીધી હતી.
૨૧ વર્ષની શીતલ ચિત્તે ડિલિવરીના બે જ દિવસ પછી અંગ્રેજીની એક્ઝામ આપવા પણ ગઈ હતી. ૧૦ ફેબ્રુઆરીએ તેની બહેન સાથે તેણે અંગ્રેજીની પરીક્ષા પણ આપી હતી. બુધવારે તે તેના નવજાત શિશુ સાથે પૉલિટિકલ સાયન્સની એક્ઝામ આપવા માટે કેન્દ્ર પર પહોંચી હતી. શિક્ષણ પ્રત્યેના તેના સમર્પણને જોઈને પીપલ્સ કૉલેજના અધિકારીઓએ એક માતૃ-સ્નેહ કક્ષ બનાવ્યો જેમાં બાળક માટે ઘોડિયું પણ ગોઠવ્યું હતું.
ADVERTISEMENT
બે વર્ષ પહેલાં પરણેલી શ્રી બસવેશ્વર કૉલેજની વિદ્યાર્થિની શીતલ ચિત્તેએ જણાવ્યું હતું કે ‘મારો પતિ દિવસે કામ પર જાય છે તેથી બાળકની સંભાળ રાખવા માટે ઘરે કોઈ હોતું નથી. બારમીની પરીક્ષા ખૂબ મહત્ત્વની હોવાથી મેં આ પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો છે.’
