Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > કઈ સ્મેલ તમને સૂટ થશે?

કઈ સ્મેલ તમને સૂટ થશે?

03 October, 2022 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ સમજવા માટે માત્ર પરફ્યુમની સુગંધ જ કાફી નથી; તમારા બૉડીનો નૅચરલ ઑર્ડર શું છે, કઈ સીઝન છે અને કયા પ્રસંગમાં એ છાંટવાનું છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર શૉપિંગ ગાઇડ

પ્રતીકાત્મક તસવીર


ક્યારેય બહુબધા પરફ્યુમ સ્કિન પર છાંટીને ન તપાસો. બૉટલમાંથી જો સ્મેલ પસંદ આવે એ જ પરર્ફ્યુમની સ્કિન-ટેસ્ટ કરો. 

શું તમારી સાથે એવું બને છે કે ખરીદતી વખતે જે સ્મેલ બહુ ગમેલી, એ પરફ્યુમ જ્યારે તમે છાંટીને બહાર નીકળો છો ત્યારે મજા નથી આવતી? 
ક્યારેક એવું થાય છે કે તમે લગાવેલું પરફ્યુમ એટલું તીવ્ર કે વિચિત્ર હોય કે આસપાસના લોકો તમારી સામે નાકનું ટીચકું ચડાવીને આંખોથી પૂછી લે કે આ વળી શું છાંટી આવ્યો છે?
ક્યારેક તમને ગમતી સુગંધ બીજાના માથાનો દુખાવો બની શકે છે એટલે જો ચોકસાઈપૂર્વક એનું સિલેક્શન ન કરવામાં આવે તો તમારી સાથે રહેનારી વ્યક્તિઓ માટે એ ત્રાસદાયક બની જાય છે.


આવી ગરબડો તમારાથી થતી હોય તો પરફ્યુમ સિલેક્ટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એની ગાઇડલાઇન્સ સમજી લેવી જરૂરી છે. 


બેઝિક જાણો

પરફ્યુમમાં વિવિધ પ્રકારની ફ્રૅગ્રન્સ હોય છે, પહેલાં તો એનો ફરક સમજવો જરૂરી છે. મુખ્યત્વે વુડી, સ્પાઇસી, સિટ્રસી, ઓરિએન્ટલ, ફ્લોરલ, ફ્રૂટી અને ઓશનિક એમ સાતેક વર્ગનાં પરફ્યુમ્સમાંથી તમને કયા વર્ગની સ્મેલ પસંદ આવે છે એ નક્કી કરો. પરફ્યુમ જો પ્લાનિંગ વગર ખરીદવાનું થાય તો સૌપ્રથમ તો એ કયા ટાઇપનું પરફ્યુમ છે એ જાણો. આ ટાઇપ એટલે એ કઈ સીઝન માટે બનેલું પરફ્યુમ છે, વિન્ટર કે પછી સમર. આ સિવાય એનો તમે કેટલો વપરાશ કરવાના છો? રોજ ઑફિસમાં લગાવીને જશો કે પછી ક્યારેક પાર્ટીઓમાં? આ સવાલોના જવાબ મેળવ્યા બાદ જ પરફ્યુમ સિલેક્ટ કરો. તમારા વૉર્ડરોબમાં પહેલેથી કઈ સુગંધો છે એ પણ ધ્યાનમાં રાખો, જેથી રિપીટ ન થાય.


વધુ ટ્રાય ન કરો

એક જ વારમાં વધુપડતી સુગંધો ટ્રાય ન કરો. ખાસ કરીને વિવિધ કૅટેગરીનાં પરફ્યુમ્સ એકસાથે ટ્રાય ન કરો. ફ્રૂટી સ્મેલ ટ્રાય કરતા હો તો એના જ ઑપ્શન્સ પહેલાં ચેક કરો. પરફ્યુમ કાઉન્ટર પર પડેલી બધી જ બૉટલ્સને વારાફરતી સૂંઘીને ચેક કરવાની કોશિશ ન કરો, કારણ કે પરફ્યુમ જેટલાં વધુ ટ્રાય કરશો એટલા જ કન્ફ્યુઝ થશો. એક કે બે ફ્રૅગ્રન્સ ટ્રાય કર્યા બાદ થોડો બ્રેક લો, મૉલમાં એકાદ આંટો મારો અને પછી આવીને બીજી સુગંધ ટ્રાય કરો. બે બ્રૅન્ડ્સ ટ્રાય કરવાની વચ્ચે એકાદ વાર કૉફીનાં બી સૂંઘો, જેથી નાક ક્લિયર થાય.

સ્મેલ ટેસ્ટ પછી જ સ્કિન-ટેસ્ટ

જ્યાં સુધી તમે બૉટલ પર જ સુગંધ ચેક ન કરી લો ત્યાં સુધી સેલ્સમૅનને તમારી સ્કિન પર પરફ્યુમ છાંટવાની પરવાનગી ન આપો. બૉટલ જ સૂંઘીને ૩-૪ સુગંધ શૉર્ટલિસ્ટ કરો અને ત્યાર બાદ એને સ્કિન પર ટ્રાય કરો. દરેક સુગંધ જુદી-જુદી વ્યક્તિ પર જુદી-જુદી રીતે સ્મેલ કરે છે. અહીં તમારા શરીરની કુદરતી સુગંધ ખૂબ મોટો ભાગ ભજવે છે.

સેટલ થવા દો

પરફ્યુમને શરીર પર સ્પ્રે કર્યા બાદ થોડી વાર સેટલ થવા દો. તરત જ એની પર આંગળીથી ઘસો નહીં. એમ કરવાથી લિક્વિડમાંના મૉલેક્યુલ્સ ભાંગી જાય છે. મોટા ભાગે પરફ્યુમ એની ટૉપ નોટ્સને આધારે જ સેલ થાય છે પરંતુ જેમ-જેમ સમય વીતે એમ-એમ એની સુગંધ બદલાય છે, કારણ કે પરફ્યુમમાં ત્રણ નોટ્સ હોય છે - ટૉપ, મિડલ અને બેઝ. જ્યાં સુધી બેઝ નોટની ખબર નહીં પડે ત્યાં સુધી પરફ્યુમની રિયલ સ્મેલ પણ ખબર નહીં પડે. એટલે પરફ્યુમ લગાવ્યા બાદ એને થોડી વાર રહેવા દો. આ રીતે એ પરફ્યુમ કેટલા સમય સુધી ટકે છે એની પણ ખબર પડશે. 

મિનિએચર ટ્રાયલ 

આટલાં સ્ટેપ પછી હવે જે બેસ્ટ લાગે એ ખરીદો, પણ એ પહેલાં ઑફર્સ ચેક કરો. કેટલીક વાર સેલ્સમૅન પાસે મિનિએચર બૉટલની માગણી પણ કરી શકાય, જેથી બીજી વાર તમને પરફ્યુમ ખરીદવામાં આસાની રહે.           

03 October, 2022 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK