° °

આજનું ઇ-પેપર
Saturday, 21 May, 2022


જાણો, માણો ને મોજ કરો

20 January, 2022 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેક ઍન્ડ ટ્રેઇલ્સ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં કાલુ વૉટરફૉલ, નાગેશ્વર મંદિર અને પૌરાણિક ગુફાઓ અને ઘેરા જંગલની સફર માણવા મળશે. 

આદ્રાઈ જંગલ ટ્રેક 

આદ્રાઈ જંગલ ટ્રેક 

વાયર વૉલ ડેકોર

અર્બનકલા - ધ આર્ટ ઑફ ગિફ્ટિંગ દ્વારા હૅન્ડક્રાફ્ટેડ જ્વેલરી અને હોમડેકોર આઇટમ્સ બનાવતાં શીખવવાની ફ્રી પ્રાઇમરી વર્કશૉપ છે. આ વર્કશૉપમાં જરૂરી મટીરિયલ કિટ પણ આપવામાં આવશે. વાયર આર્ટ દ્વારા નાનો વૉલ પીસ અથવા તો એમાંથી હ્યુજ આર્ટ બનાવવાનું વિઝન પણ મેન્ટર સવિતા ઐયર શીખવશે.
ક્યારે? : ૨૩ જાન્યુઆરી, રવિવાર 
સમયઃ સાંજે ૫થી ૬
ક્યાં? :  ઑનલાઇન 
કિંમત :  ફ્રી
રજિસ્ટ્રેશન :  insider.in

અમર ચિત્રકથા વિશે કેટલું જાણો છો?

છેલ્લા પાંચ દાયકાથી અનંત પાઈ દ્વારા શરૂ થયેલી અમર ચિત્રકથા કૉમિક્સ-જગત પર રાજ કરે છે. અમર ચિત્રકથાની લાઇબ્રેરીમાં ૨૦ ભાષાની ૪૫૦થી વધુ બુક્સ પબ્લિશ થયેલી છે. ઐતિહાસિક, માયથોલૉજી, લોકકથાઓ, ક્લાસિક્સ કથાઓ વિશે ક્યુશાલા દ્વારા યોજાયેલા ક્વિઝ સેશન થકી સરસ ફૅમિલી ટાઇમ ગાળી શકાય એમ છે. 
ક્યારે? : ૨૩ જાન્યુઆરી
સમય :  સવારે ૧૧.૩૦ 
ક્યાં? :  ઑનલાઇન ઝૂમ પર
કિંમત :  ફ્રી
રજિસ્ટ્રેશન :  insider.in

ડરો, ડરાઓ, મૌજ મનાઓ 

શું તમને ભૂત, પ્રેત અને આત્માની વાતો કરવાનું બહુ ગમે છે? ભૂતોની વાત સાંભળીને જબરો રોમાંચ થતો હોય તો કસ કાય મુંબઈ દ્વારા હૉરર સ્ટોરી ટેલિંગનો કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાઈ રહ્યો છે. રાતના અંધારામાં ઘરમાં જ એમ્બિયન્સ ક્રીએેટ કરીને રૂંવાડાં ખડાં કરી દે એવી પ્રેતાત્માની વાતો માણો. 
ક્યારે? : ૨૨ જાન્યુઆરી
સમય :  રાતે ૧૧થી ૧
ક્યાં? :  ઑનલાઇન ઝૂમ પર 
કિંમત :  ફ્રી
સંપર્ક : kasakaimumbai.com

નવું સ્ટાર્ટ-અપ હોય તો શીખી લો ડિજિટલ માર્કેટિંગ

કોઈ પણ નવું સ્ટાર્ટ-અપ શરૂ કરવું હોય કે પોતાની કળાને વધુ લોકો સુધી પહોંચાડીને એની માર્કેટમાં બઝ ક્રીએટ કરવી હોય તો સોશ્યલ મીડિયા માર્કેટિંગ ઇઝ મસ્ટ. ઈ-કૉમર્સ હવે નેક્સ્ટ બિગ માર્કેટ બની રહ્યું છે ત્યારે પોતાની બ્રૅન્ડનું માર્કેટિંગ કરવા ફોટોગ્રાફ્સ અને કન્ટેન્ટ કઈ રીતે ક્રીએટ કરવાં અને પ્રમોટ કરવાં એનું બેસિક જ્ઞાન આ વર્કશૉપમાં શીખવવામાં આવશે. 
ક્યારે? : ૨૨ જાન્યુઆરી, શનિવાર 
સમય :  સાંજે ૫
ક્યાં? :  ઑનલાઇન ઝૂમ પર
કિંમત :  ૧૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન :  insider.in

આદ્રાઈ જંગલ ટ્રેક 

ઘરમાં બેસીને કંટાળી ગયા છો અને કંઈક નવા ઍડ્વેન્ચરસ જંગલ ટ્રેક પર જવું છે? તો સહ્યાદ્રિ રેન્જના મોસ્ટ બ્યુટિફુલ જંગલમાં ચાલતાં-ચાલતાં વૉટરફૉલ્સ, ગુફા, વૅલી અને કુદરતને માણવાની મજા આપે એવા આદ્રાઈ જંગલ ટ્રેક પર નીકળી પડો. ટ્રેક ઍન્ડ ટ્રેઇલ્સ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં કાલુ વૉટરફૉલ, નાગેશ્વર મંદિર અને પૌરાણિક ગુફાઓ અને ઘેરા જંગલની સફર માણવા મળશે. 
ક્યારે? : ૨૨થી ૨૩ જાન્યુઆરી
સમય :  શનિવાર સાંજે ૯થી રવિવારે બપોરે ૪
ક્યા :  બોરીવલીથી કલ્યાણ વચ્ચે નિશ્ચિત પીકઅપ પૉઇન્ટ પર
કિંમત :  ૮૯૯થી ૧૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : trekandtrails.com

3D વૉલ મ્યુરાલ્સ 

તમારા ઘરની દીવાલને શણગારવા માટે કંઈક હટકે કરવું હોય અથવા તો ફ્રેન્ડને યુનિક ગિફ્ટ આપવા માટે વૉલ મ્યુરાલ્સ બનાવતાં શીખવું હોય તો હૉબીસ્ટેશન દ્વારા યોજાયેલી આ વર્કશૉપ તમને ઉપયોગી થઈ પડશે. વિવિધ ક્લે અને કલરનો ઉપયોગ કરીને વૉલ મ્યુરાલ્સ બનાવવાની બેસિક ટેક્નિક્સ શીખવા મળશે. 
ક્યારે? : ૨૨-૨૩ જાન્યુઆરી
સમય :  ૪થી ૬ 
ક્યાં? :  હૉબીસ્ટેશન, લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સામે, 
અંધેરી-વેસ્ટ
કિંમત :  ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

20 January, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

સક્સેસના શૉર્ટકટમાં શૉર્ટસર્કિટ જલદી થાય

આ વાત આજની જનરેશને યાદ રાખવાની છે, ખાસ કરીને એ યંગસ્ટર્સે જેમને ઝડપથી પૉપ્યુલરિટી જોઈએ છે. દરેકે સમજવું  પડશે કે તમારે માત્ર જાણીતા બનવું છે કે લોકો તમને આદર કરે એ સ્તરે જાણીતા બનવું છે.

21 May, 2022 02:58 IST | Mumbai | Aparna Shirish

શનિવાર night (પ્રકરણ 60)

‘ક્યાં છે એની નથી ખબર પણ એ જીવે છે...’ સુમને ઊંડો શ્વાસ લીધો, ‘માથેરાનમાં જ ક્યાંક છે. કદાચ જંગલમાં જ હજી ભટકતો હોય એવું બની શકે’

21 May, 2022 02:52 IST | Mumbai | Soham

કંકુ છાંટી કંકોતરી મોકલો, લગન આવ્યાં ઢૂંકડાં

આજે તો લગ્નની ઉજવણી ધીખતો ધંધો બની ગયો છે, પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની

21 May, 2022 02:48 IST | Mumbai | Deepak Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK