જાણીતા સંગીતકારોની વાતો તો અવારનવાર થતી આવી છે, આજે એવા સંગીતકારને યાદ કરીએ જેઓ થોડા સમય માટે આગિયાની જેમ ચમક્યા અને પછી ગુમનામીમાં ફેંકાઈ ગયા. વાત કરીએ સંગીતકાર રામલાલની
સંગીતકાર રામલાલ
ક્રિકેટની સીઝન શરૂ થઈ ગઈ છે. ફરી વાર, વારંવાર, તમારા, મારા, આપણા સૌના મનપસંદ ખેલાડીઓ અને તેમની યાદગાર પારીઓની ચર્ચા થશે, તેમનાં ગુણગાન ગવાશે. પરંતુ ભારતીય ક્રિકેટની વિજયગાથાઓમાં અમુક એવા ખિલાડીઓ છે જે આગિયાની જેમ થોડા સમય માટે ચમક્યા અને ગુમનામીના અંધારામાં ફેંકાઈ ગયા. આજે જસુ પટેલ, રમાકાન્ત દેસાઈ, નરેન્દ્ર હીરવાણી, એલ. શિવરામક્રિષ્ન, વિનોદ કાંબલી અને બીજા ક્રિકેટરોને કોઈ યાદ નથી કરતું કારણ કે ભલે તેમણે પોતાની કાબેલિયતને કારણે ભારતને છૂટાછવાયા વિજય અપાવ્યા; પરંતુ તેઓ લાંબી ઇનિંગ્સ ન રમ્યા.



