મેન્ટલ હેલ્થ માટે આપણી ભારતીય સંસ્કૃતિ પાસે બેસ્ટ વિકલ્પો છે. મેડિટેશન, પ્રાણાયામ, હેલ્ધી ઇટિંગનું ધ્યાન રાખવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
દોઢ વર્ષથી પૅન્ડેમિકને કારણે જે સ્થિતિ પેદા થઈ છે એને કારણે લોકોની મેન્ટલ હેલ્થ પર ખૂબ અસર થઈ છે અને બીજી તરફ ગ્લોબલી જોઈએ તો ઇકોનૉમિક ઇશ્યુઝ વકરી રહ્યા છે. આ એવાં સિરિયસ ઇશ્યુઝ છે જેના તરફ તરત જ ધ્યાન આપીને ઇફેક્ટિવ સૉલ્યુશન્સ પ્લાન કરવાં જોઈએ.
મેન્ટલ હેલ્થ માટે આપણી ભારતીય સંસ્કૃતિ પાસે બેસ્ટ વિકલ્પો છે. મેડિટેશન, પ્રાણાયામ, હેલ્ધી ઇટિંગનું ધ્યાન રાખવું જોઈએ. સારો ડાયટ, પૂરતી ઊંઘ બહુ જરૂરી છે. વૅક્સિનેશન દરેક વ્યક્તિએ વહેલામાં વહેલું લઈ લેવું જોઈએ. તમને જે ગમે છે એવી ઍક્ટિવિટી તો કરવી જ જોઈએ. ધારો કે મનમાં ઍન્ગ્ઝાયટી, ટેન્શન કે એવી કોઈ જ મૂંઝવણ સતાવતી લાગે તો કાઉન્સેલરની હેલ્પ લઈ જ શકાય. જોકે ઇન્ડિયામાં લોકો કાઉન્સેલર પાસે દિલ નથી ખોલી શકતા. એવું હોય તો જેની પાસે પૂરો વિશ્વાસ રાખીને દિલ હળવું કરી શકાય એવા સંબંધો કેળવો. આપણે એવી કમ્યુનિટી બનાવવી જોઈએ જે ભરોસા અને પ્રેમ પર ઊભી હોય.
ગ્લોબલ ઇકોનૉમિક્સના ઇશ્યુ વધી રહ્યા છે. અનેક બિઝનેસ બંધ પડી રહ્યા છે. હજીયે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં પડેલી અસરો ઘટી નથી. પ્રાઇવેટ અને કૅશ રિચ સેક્ટરોએ નાનાં રીટેલરોને સપોર્ટ કરવો જરૂરી છે. આપણા પ્રાઇમ મિનિસ્ટરે આત્મનિર્ભર ભારતનું અભિયાન શરૂ કર્યું છે એની પર ફોકસ કરવાની જરૂર છે. દેશ તરીકે ભારત આખા વિશ્વ માટે મિસાલ બની શકે એમ છે. આપણે એન્ટ્રપ્રિન્યોરલ સ્પિરિટ વિકસાવવાની જરૂર છે. ચીનની ઇમેજ આખા વિશ્વ સામે ખરાબ થઈ ચૂકી છે. આ સમયનો ભારતે ફાયદો ઉઠાવવો જોઈએ. આપણે ચીનની મોનોપૉલી તોડીને સૌથી મોટા મૅન્યુફેક્ચરિંગ યુનિટ તરીકે ઊભરી આવવું જોઈએ.
બીજી અને સૌથી મહત્ત્વની વાત એ કે પેન્ડેમિકમાં આપણને રિયલાઇઝ થયું છે કે મોટા ભાગનું ભારત ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. આ ગામડાંઓના અપલિફ્ટમેન્ટ માટે નવેસરથી અને સ્ટ્રેટેજિકલી વિચારવાની જરૂર છે. ઍગ્રોબેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ, આઇટી હબ જેવાં નવાં માર્કેટ રુરલ એરિયામાં શરૂ કરવાં જોઈએ. આઇટી, હેલ્થ, એજ્યુકેશન અને એગ્રિકલ્ચર એમ ચાર કોર સેક્ટર્સની દૃષ્ટિએ રુરલ એરિયાને ડેવલપ કરવા જોઈએ.
પેન્ડેમિક દરમ્યાન આપણા હેલ્થકૅર સેક્ટરે ઘણું સારું કામ કર્યું છે એની ના નહીં, પણ આપણી વસ્તી અને જરૂરિયાતની સામે એ અપ ટુ ધ માર્ક હતું એવું આપણે કહી શકીએ એમ નથી. હેલ્થ સેક્ટરને વધુ સબળ બનાવવાની તાતી જરૂરિયાત છે. ભારત પાસે ખૂબ ક્ષમતાઓ છે, દુનિયા આખીની નજર આપણી તરફ એટલા માટે જ છે.
ધ્રુવ જગાવત, 16 વર્ષ, વિદ્યાર્થી, બોરીવલી - શબ્દાંકન -સેજલ પટેલ

