લગભગ ૩૦૦થી ૪૦૦ વૃક્ષોની બકુલ શાહ કાળજી કરે છે. રોજ ૧૦૦ લીટર પાણીની ટાંકી લઈને પાણી પાવા નીકળે છે.
પ્રેશર વૉટર ગનથી વૃક્ષોનાં પાંદડાંની સફાઈ કરી રહેલા બકુલ શાહ. તસવીરો : નિમેશ દવે
પર્યાવરણને બચાવવાની અને વૃક્ષોના જતનની વાતો તો ઘણા લોકોના મોઢે સાંભળી હશે પણ તેમને આવું કરતા નહીં જોયા હોય, અને જે લોકો કરે છે તેમને બોલીને જતાવવાની જરૂર પડતી નથી. મુલુંડમાં રહેતા ૬૩ વર્ષના બકુલ શાહ એમાંના એક છે. મુલુંડ-વેસ્ટનાં સેંકડો વૃક્ષોનું પોતાના બાળકની જેમ જતન કરી સાચા અર્થમાં પર્યાવરણપ્રેમી હોવાનું ઉદાહરણ પૂરું પાડતા બકુલભાઈને જોકે પબ્લિસિટીમાં બિલકુલ રસ નથી; એટલે જ ફોટોમાં માત્ર પોતાની પ્રવૃિત્ત દેખાડવા માગે છે, ચહેરો નહીં