પોલીસના જણાવ્યા મુજબ સૈફના આ પુરુષ હેલ્પર્સે આરોપીનો સામનો કર્યો હોત કે તેને પકડવાનો પ્રયાસ કર્યો હોત તો આરોપી ઘરમાં જ પકડાઈ જાત
સૈફ અલી ખાન
સૈફના ઘરમાં હુમલો થવાની ઘટનામાં આરોપી શરીફુલ ફકીરની ધરપકડ કર્યા બાદ જણાઈ આવ્યું છે કે બંગલાદેશી આરોપી શરીફુલ ફકીરે સૈફના ઘરમાં હુમલો કર્યો હતો ત્યારે ત્રણ મહિલા અને ચાર પુરુષ સ્ટાફ હાજર હતાં. આરોપીએ પહેલાં ત્રણેય મહિલા સ્ટાફ અને પછી સૈફ અલી ખાન પર હુમલો કરતાં ચારેય પુરુષ સ્ટાફ ખૂબ ગભરાઈ ગયા હતા. એક પુરુષ કર્મચારી તો રીતસરનો છુપાઈ ગયો હતો, જ્યારે બાકીના ત્રણ હુમલાથી એટલા બધા હેબતાઈ ગયા હતા કે તેઓ કંઈ નહોતા કરી શક્યા. પોલીસના જણાવ્યા મુજબ સૈફના આ પુરુષ હેલ્પર્સે આરોપીનો સામનો કર્યો હોત કે તેને પકડવાનો પ્રયાસ કર્યો હોત તો આરોપી ઘરમાં જ પકડાઈ જાત. ઘાયલ હોવા છતાં સૈફે નાના દીકરા જહાંગીરના રૂમનો દરવાજો લૉક કરી દીધો હતો અને બધાને બહાર નીકળવાનો રસ્તો કરી આપ્યો હતો. જોકે આરોપી શરીફુલ જહાંગીરના રૂમના બાથરૂમની બારીમાંથી બહાર નીકળીને પલાયન થઈ ગયો હતો.