Chhaava Trailer Release: ટ્રેલર ફિલ્મની સ્ટાર કાસ્ટને દર્શાવે છે. જ્યારે વિકી કૌશલ સંભાજી મહારાજનું પાત્ર ભજવે છે, અને રશ્મિકા મંદાના તેમની પત્ની મહારાણી યેસુબાઈનું પાત્ર ભજવતી જોવા મળવાની છે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબની ભૂમિકામાં છે.
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના ફિલ્મ છાવામાં (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ `છાવા`નું ટ્રેલર (Chhaava Trailer Release) આજે રિલીઝ થયું છે. વિકી કૌશલની અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મનું ટ્રેલરે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ટ્રેલરની શરૂઆત એક વોઇસઓવર સાથે થાય છે જેમાં લખ્યું છે, "જલદ હી મરાઠાઓ કી જમીન પર મુઘલોં કા શાસન હોગા." ત્યારબાદ ટ્રેલર આગળ વધે છે અને આપણને વિકી કૌશલનો છત્રપતિ સંભાજી મહારાજ તરીકેનો પહેલો લુક જોવા મળી રહ્યો છે. જે ઔરંગઝેબના ભયાનક હુમલાઓ અને તેમની સામે લડવાના સંભાજી મહારાજના બહાદુરીભર્યા પ્રયાસોની ઝલક આપે છે.
ધ સ્ટેલર કાસ્ટ
ADVERTISEMENT
ટ્રેલર ફિલ્મની સ્ટાર કાસ્ટને દર્શાવે છે. જ્યારે વિકી કૌશલ સંભાજી મહારાજનું પાત્ર ભજવે છે, અને રશ્મિકા મંદાના તેમની પત્ની મહારાણી યેસુબાઈનું પાત્ર ભજવતી જોવા મળવાની છે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબની ભૂમિકામાં છે અને તેમાં દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી પણ છે.
ધ ઇમ્પેક્ટફુલ ડાયલૉગ્સ
૩ મિનિટ અને ૯ સેકન્ડના ટ્રેલરમાં એવા સંવાદો છે જે ફિલ્મમાં શું છે તેની ઝલક આપે છે. કેટલાક સ્ટેન્ડઆઉટ સંવાદોમાં શામેલ છે:
- "છત્રપતિ શિવાજી કા સપના પુરા કરકે છોડેંગે, જય ભવાની!"
- "વિશ્વાસ આપકા સાથ હૈ તો યુદ્ધ લગે ત્યાહાર."
- "મૌત કે ઘૂંગરુ પહેનકર નચતે હૈં હમ ઔરંગઝેબ."
- "જહાં જહાં ભગવા રંગ નજર આયે, ઉસે લાલ કર દો."
યુદ્ધના દ્રશ્યો
3-મિનિટના ટ્રેલરમાં ઝલકમાં બહુવિધ યુદ્ધ દ્રશ્યો છે, જેણે ફિલ્મ માટે લોકોની એકસાઈટમેન્ટ વધારી રાખી છે. સંભાજી મહારાજની આસપાસના મુઘલ સૈનિકોનું દ્રશ્ય લોકોને એક થ્રીલનો અનુભવ કરાવે છે. યુદ્ધના દ્રશ્યો સિવાય, જે નિઃશંકપણે ટ્રેલરની સૌથી મોટી હાઇલાઇટ છે તે ડાન્સ સિક્વન્સ હળવા સ્પર્શને ઉમેરે છે. ટ્રેલર શૅર કરીને નિર્માતાઓએ લખ્યું: "દિનેશ વિઝન અને મેડોક ફિલ્મ્સ હિન્દી સિનેમાના અત્યાર સુધીના સૌથી મોટા શો - #છાવા. યે શેર શિવ કા છાવા શોર નહીં કરતા, સીધા શિકાર કરતા હૈ! 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે."
View this post on Instagram
ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ, ચાહકોએ ક્લિપ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એકે લખ્યું, "વિકી કૌશલ (Chhaava Trailer Release) ફક્ત અભિનય જ નથી કરતો; તેણે છત્રપતિ સંભાજી મહારાજમાં ટ્રાન્સફોરમેશન કર્યું છે, જે આપણને તેમની પ્રતિભાથી આશ્ચર્યચકિત કરી દે છે." બીજાએ કહ્યું, "બહાદુર રાજાની વાર્તા જે દરેકને જાણવી જોઈએ અને કેટલું મહાકાવ્ય ટ્રેલર છે આ એક નિશ્ચિત બ્લૉકબસ્ટર હશે, અને વિકી અદ્ભુત લાગે છે." ત્રીજા યુઝરે શૅર કર્યું, "ટ્રેલર ખરેખર મનમોહક છે, શક્તિશાળી પ્રદર્શન, અદભુત દ્રશ્યો અને સમૃદ્ધ વાર્તા કહેવાનું મહાકાવ્ય મિશ્રણ દર્શાવે છે. મોટા પડદા પર આ નોંધપાત્ર સફર જોવા માટે ઉત્સાહિત છું!"