ઍરપોર્ટ પર આમિર કૅઝ્યુઅલ કપડાંમાં જોવા મળ્યો હતો પણ તેણે પફ જૅકેટ પહેર્યું હતું
આમિર ખાન ગઈ કાલે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ, ભત્રીજા ઇમરાન ખાન અને પરિવારના અન્ય સભ્યો સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો
આમિર ખાન ગઈ કાલે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ, ભત્રીજા ઇમરાન ખાન અને પરિવારના અન્ય સભ્યો સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો, કારણ કે તે પરિવાર સાથે નવા વર્ષની રજાઓ માણવા માટે રવાના થયો હતો.
ઍરપોર્ટ પર આમિર કૅઝ્યુઅલ કપડાંમાં જોવા મળ્યો હતો પણ તેણે પફ જૅકેટ પહેર્યું હતું જેના પરથી એવું લાગતું હતું કે પરિવાર કોઈ ઠંડી જગ્યાએ વેકેશન ગાળવા માટે જઈ રહ્યો છે. આ સમયે ગૌરી સ્પ્રૅટ પણ પોતાના દીકરા સાથે જોવા મળી હતી.


