પહેલાં ચર્ચા હતી કે તેને ૨૦ કરોડ રૂપિયા ફી ચૂકવવામાં આવી છે, પણ હકીકતમાં તેણે ફ્રીમાં કામ કર્યું છે
આમિર ખાન
રજનીકાંતના ચાહકો આતુરતાથી ૧૪ ઑગસ્ટે રિલીઝ થનારી ‘કૂલી’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાનનો પણ કૅમિયો છે. થોડા દિવસો પહેલાં માહિતી મળી હતી કે આમિરે આ ફિલ્મમાં કામ કરવા માટે ૨૦ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આમિરે આ ફિલ્મમાં ૧૫ મિનિટના રોલ માટે એક પણ રૂપિયો ચાર્જ નથી કર્યો.
‘કૂલી’માં આમિરની ફી વિશે વાત કરતાં તેની નજીકની એક વ્યક્તિએ કહ્યું છે કે ‘આમિર ખાનને રજનીકાંત અને ‘કૂલી’ની ટીમ પ્રત્યે ખૂબ પ્રેમ અને સન્માન છે. તેણે સંપૂર્ણ વાર્તા સાંભળ્યા વિના જ પ્રોજેક્ટ માટે તરત હા પાડી દીધી હતી. આ કૅમિયો તેની પ્રેમ દર્શાવવાની એક રીત છે અને તેણે આ રોલ માટે કંઈ પણ ચાર્જ કર્યો નથી.’

