સફેદ રંગની રોલ્સ રૉય્સને ફુલ કૉન્ફિડન્સ સાથે ચલાવતાં આ મહિલાની સોશ્યલ મીડિયા પર ખૂબ તારીફ થઈ રહી છે
મણિ અમ્મા
દુબઈમાં રોલ્સ રૉય્સ ઘોસ્ટ કાર ચલાવી રહેલાં ૭૨ વર્ષનાં ભારતીય મહિલા મણિ અમ્માનો વિડિયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ શૅર કર્યો હતો. સફેદ રંગની રોલ્સ રૉય્સને ફુલ કૉન્ફિડન્સ સાથે ચલાવતાં આ મહિલાની સોશ્યલ મીડિયા પર ખૂબ તારીફ થઈ રહી છે. જોકે આ મણિ અમ્મા મૂળ કેરલાનાં છે અને તેમની પાસે માત્ર ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ પરમિટ જ નહીં, ૧૧ પ્રકારનાં ભારે વાહનો ચલાવવાનું લાઇસન્સ પણ છે. ડ્રાઇવર અમ્માની પોતાની ડ્રાઇવિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં તેઓ બસ અને ટ્રકથી લઈને અર્થમૂવર જેવાં વાહનો ચલાવતાં શીખવે છે.

