ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સુનીલ ગ્રોવરના તેના જેવા લુક પર આમિર ખાન ફિદા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નેટફ્લિક્સના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં કૉમેડિયન સુનીલ ગ્રોવરે તાજેતરના એપિસોડમાં આમિર ખાનની એકદમ સચોટ નકલ કરીને બધાને હસાવી દીધા. સુનીલે શોમાં આમિરની હેરસ્ટાઇલ અને ડ્રેસિંગ-સ્ટાઇલ સાથે તેની જેમ ફોટોગ્રાફર્સ સાથે વાત કરી. હવે આ મિમિક્રીની એક નાની ક્લિપ જોઈને આમિરે પ્રતિક્રિયા આપી છે.
આમિરે એક ઇન્ટરવ્યુમાં સુનીલના ઍક્ટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું તેને મિમિક્રી પણ નહીં કહું. એ ખૂબ સચોટ હતી. મને લાગ્યું કે હું મારી જાતને જ જોઈ રહ્યો છું. મેં એક નાની ક્લિપ જોઈ છે અને હવે પૂરો એપિસોડ જોઈશ. મેં જે જોયું એની કોઈ કિંમત નથી. હું એટલો હસી રહ્યો હતો કે શ્વાસ પણ નહોતો લઈ શકતો. એમાં કાંઈ જ ખોટું નહોતું. કદાચ હું જ સૌથી વધુ હસ્યો હોઈશ.’


