૧૦ જાન્યુઆરીએ ૫૦ અપ ટ્રેન, ૫૧ ડાઉન ટ્રેન એમ કુલ ૧૦૧ લોકલ રદ રહેશે
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેના બોરીવલી અને કાંદિવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે હાથ ધરવામાં આવેલા એક મહિનાના બ્લૉકને પગલે ૯ જાન્યુઆરીની રાતથી ૧૧ જાન્યુઆરી સુધી AC લોકલ સહિત ૨૫૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે.
૯ અને ૧૦ જાન્યુઆરી વચ્ચેની રાતે કાંદિવલીમાં અપ ફાસ્ટ લાઇનમાં ૧૧.૧૫ વાગ્યાથી ૩.૧૫ વાગ્યા સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાતે એક વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી કામ ચાલશે. ૧૦ અને ૧૧ જાન્યુઆરી વચ્ચેની રાતે કાંદિવલી અને મલાડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર એક વાગ્યાથી સવારે ૬.૩૦ વાગ્યા સુધી અને અપ સ્લો લાઇન પર રાતે એક વાગ્યાથી ૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એને લીધે લોકલ ટ્રેનો ઉપરાંત બહારગામની ટ્રેનોને પણ અસર થશે.
ADVERTISEMENT
૧૦ જાન્યુઆરીએ શૉર્ટ-ટર્મિનેટ થનારી ટ્રેનો:
ટ્રેન ૧૯૪૨૬ નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ સુધી ચાલશે
ટ્રેન ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ સુધી ચાલશે
૧૧ જાન્યુઆરીએ શૉર્ટ-ઓરિજિનેટ થનારી ટ્રેનો:
ટ્રેન ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી ઊપડશે
ટ્રેન ૧૯૪૨૫ બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ વસઈ રોડથી ઊપડશે
આ ટ્રેનો રીશેડ્યુલ થશે
ટ્રેન ૧૨૯૦૨ અમદાવાદ-દાદર એક્સપ્રેસ ૨૦ મિનિટ મોડી ઊપડશે
ટ્રેન ૧૯૨૧૮ વેરાવળ-બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ મૂળ સમયને બદલે ૧૨.૩૫ વાગ્યે ઊપડશે
ટ્રેન ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ ૬.૧૦ વાગ્યે ઊપડશે
ટ્રેન ૨૨૯૨૧ બાંદરા ટર્મિનસ-ગોરખપુર એક્સપ્રેસ ૬.૧૦ વાગ્યે ઊપડશે
લોકલ ટ્રેનને અસર
૧૦ જાન્યુઆરીએ ૫૦ અપ ટ્રેન, ૫૧ ડાઉન ટ્રેન એમ કુલ ૧૦૧ લોકલ રદ રહેશે
૧૧ જાન્યુઆરીએ ૭૯ અપ ટ્રેન, ૭૪ ડાઉન ટ્રેન એમ કુલ ૧૫૩ લોકલ રદ રહેશે


